હત્યા આરોપી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા (murder) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણાના યુવાન સાથે લીવ ઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા (murder) કરેલી લાશ મળી આવી હતી.આ ઘટના માં આરોપી મૃતક મહિલાનો પતિ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસે આરોપી પતિ ની ધરપકડ કરી હતી. -LATEST NEWS
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઇકાલે એક મહિલાની તેના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નેપાળી મહિલા સ્નેહલતા છેલ્લા ત્રણ વર્ષથી કાપોદ્રા ગૌતમ પાર્ક સોસાયટી ખાતે પ્રકાશ રણછોડ પટેલ સાથે લિવ ઇન રિલેશન શીપમાં રહેતી હતી. પ્રકાશને તેની અગાઉની પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલે છે.
સ્નેહલતા મુંબઇમાં મળી હતી. ત્યાર બાદ તેને લિવ ઇન રિલેશન શીપમાં રહેવા માટે તે સુરત લઇ આવ્યો હતો.સ્નેહલતા થકી પ્રકાશને એક વર્ષનો પુત્ર પણ છે, પ્રકાશ ઝેરોક્ષ મશીન રિપેરીંગનું કામ કરે છે અને તે દર રોજ સવારે ટીફીન લઇને કામ પર જતો હતો. -LATEST NEWS
પ્રકાશે મંગળવારના રોજ બપોરના સમયે સ્નેહલતાનું ગળું કાપીને ઘરમાં જ હત્યા (murder) કરી નાંખી હતી.બાદમાં હથિયાર બીજા સ્થળે ફેંકીને કામ પર જતો રહ્યો હતો. બપોર બાદ તેણે પડોશીને ફોન કરીને એવુ કહ્યું હતું કે, સ્નેહલતા ફોન નથી ઉપાડતી જેથી પડોશી તેના ઘરમાં જોવા ગયા હતા જ્યાં સ્નેહલતા લોહીના ખોબોચિયામાં પડી હતી. તેમજ તેનો એક વર્ષનો પુત્ર નજીકમાં રમતો હતો. -LATEST NEWS
પ્રકાશ તુરંત ઘરે દોડી આવ્યો હતો અને તેણે અજાણ્યાએ હત્યા (murder) કરી હોવાની સ્ટોરી પોલીસને કહી હતી. જો કે, પોલીસે તેની ઉલટ તપાસ કરતા તેણે કબુલાત કરી હતી.
મિલકત સબંધી ઝધડો ચાલતો હોવાથી તેણે જ સ્નેહલતાની હત્યા (murder) કરી છે. પોલીસે પ્રકાશને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: The country’s first steel road was constructed in Surat : સુરતમાં તૈયાર કરાયો દેશનો પહેલો સ્ટીલનો રોડ
તમે આ વાંચી શકો છો: Firing on women-ડોક્ટરે 3 ગોળી કાઢી હતી હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.