એનસીસી કેડેટ
આજ રોજ શહેરના અઠવા ગેટ સર્કલથી NCC 6TH ગુજરાત ગર્લ્સ બટાલિયન. દ્વારા અઠવાગેટ સર્કલ થી ડુમસ સુધી સેવ એન્વાયરમેન્ટના સંદેશા સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને મેયર હેમાલી બોઘાવાલા દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. સાયકલ રેલીના આયોજન પાછળ શહેરીજનોને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સેવ એન્વાયરમેન્ટનો સંદેશો આપવાનો હેતુ હોવાનું NCCના કમાન્ડીંગ ઓફીસર કર્નલ મયંક ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને આ અભિયાનમાં જોડાયેલી તમામ NCC કેડેટ દ્વારા સાયકલ દ્વારા અઠવા ગેટથી ડુમસ સુધીનું 17 કિલો મીટરનું અંતર કાપવામાં આવ્યુ હતું.- INDIA NEWS GUJARAT
ગર્લ્સ NCC કેડેટ દ્વારા શહેરીજનોને “કલીન સુરત, ગીન સુરત, કલીન બીચીસ એંડ સેવ એનવાયરમેનટ” જેવા સંદેશાઓ લોક જાગૃતિ માટે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરતની વિવિધ કોલેજો જેમકે એમ.ટી.બી.,પી.ટી.મહિલા,કે.પી.કૉમર્સ અને રામ કિષના ની ૬૦ જેટલી NCC કેડેટ્સ ભાગ લીધો હતો. NCC કેડેટ દ્વારા બિચની સાફ સફાઇ કરવામાં આવી હતી તેમજ આ સફાઈ આવનારા ૧૫ દિવસ સુધી સતત ચાલું રહેશે અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. કોરોના કાળ ની બીજી લહેરમાં 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનની મહિલા કેડેટ્સે “એક મેં સો કે લિયે” અંતર્ગત યોગદાન આપ્યું હતું અને વેક્સીનેશન, સ્વછતાં, માસ્ક અને સનીટાઈઝર નો ઉપયોગ કરવા માટે જાણજગરૂતિ ફેલાવી હતી.સાઇકલ રેલીમાં સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ફ્લેગઓફ કરી રેલીની શરૂઆત કરાવી ઉત્સાહ પૂર્ણ ભાગ લીધો હતો. .સમગ્ર કાર્યક્રમ 6TH ગુજરાત ગર્લ્સ બટાલિયન NCCના કમાનડીંગ ઓફીસર કર્નલ મયંક ઉપાધ્યાય, સેના મેડલનાં માર્ગદર્શન હેઠળ સફલતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. સુરત શહેરમાં અનેક પ્રકારની સમાજ ઉપયોગી કાર્યવાહી એનસીસી કેડેટ દ્વારા કરવામાં આવે છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જ લોક જાગૃતિ અને સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવશે એવુ ડો. પ્રતિભા વોરાએ જણાવ્યું હતું.- INDIA NEWS GUJARAT
આપ આ પણ વાંચી શકો છોઃ-surat policeના કોમ્બીંગ ડ્રાઇવમાં ઘાતક હથિયારો સાથે 402 ઝડપાયા- india news gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-જિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા SINGING સ્પર્ધા યોજાઇ-INDIA NEWS GUJARAT
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.