New Year Celebration
લોકો અનેકવિધ સેવાકીય તેમજ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે નવા વર્ષ ૨૦૨૫ને વધાવવા માટે ઉજવણી કરી છે, ત્યારે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર અને હાડકા વિભાગના પથારીવશ ૧૫૧ ગરીબ દર્દીઓને બ્લેન્કેટ અને ભગવદ્દ ગીતાનું વિતરણ કર્યું હતું. કેન્સર જેવા ગંભીર રોગોના દર્દીઓને મનની શાંતિ મળે અને ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવના જાગૃત થાય તેવા આશયથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અર્પણ કરાઈ હતી.
જયારે શહેરની બ્લડ બેંકોને રકતની જરૂરિયાત પડે ત્યારે ટીમ દ્વારા તત્કાલ રકતદાન કેમ્પો યોજીને રકત પુરુ પાડે છે ઉપરાંત રૂબરૂ જઈને રકત અર્પણ કરવાનું સેવા કાર્ય કરે છે. ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ ટીમના સભ્યો સાથે મળીને કરે છે. ટીમ દ્વારા રાજ્યમાં કોવિડ, રેલ જેવી આફતો સમયે યુથ ફોર ગુજરાતની ટીમ દ્વારા જરૂરી મદદ પહોચાડવામાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી. કોરોના કાળમાં પણ વ્હીલચેર, વોકર, ટોયલેટ ચેર પણ પૂરા પાડયા હતા. ટીમના સભ્યો દ્વારા પ્લાઝમાની જરૂરિયાત સમયે તત્કાલ પ્લાઝમાં પુરા પાડવામાં આવે છે. ગરીબ દર્દીઓને દવા, આર્થિક સહાય અને દર વર્ષે પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉજવણી કરે છે.
આ પ્રસંગે લાયન્સ કેન્સર વિભાગ ખાતે ડો.સંજય નંદેશ્વર, નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા તથા ગણપત પટેલ, જનમંગલ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ અવધેશ મિશ્રા, તથા તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.