જમીન માપણી
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ખેડૂત (Farmer)ના હિતમાં રાજ્યમાં જમીન રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ વધારીને એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે તેમ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરમાં જણાવ્યું હતું. રાજ્યના એક પણ ખેડૂત (Farmer)ને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામ ખેડૂત (Farmer)ને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતા મહેસૂલ મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં રીસર્વેના પ્રમોલગેશન બાદ પણ ખેડૂત (Farmer) ખાતેદારને વિનામૂલ્યે વાંધા નિકાલની સાદી અરજી કરવાની તક વર્ષ 2016થી આપવામાં આવી છે તેની મુદ્દત હાલમાં પણ ચાલુ છે જે સતત ચાલતી પ્રક્રિયા છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
તેમણે કહ્યું હતુ કે, મહેસૂલ વિભાગ દ્વારા રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે રાજ્યમાં 40 હજારના લક્ષ્યાંક સામે 38 હજાર અરજીઓનો નિકાલ અને 64 હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં વધુ 40 હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરવાનો લક્ષ્યાંક મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયો છે. ઝુંબેશના ભાગરૂપે 100થી વધુ અરજીઓવાળા ગામોના કલસ્ટર બનાવીને 68 ગામોની 11,884 અરજીઓની માપણી કામગીરી પૂર્ણ કરાઈ છે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, રાજ્યમાં રીસર્વેની આ કામગીરીમાં અંદાજે 95 લાખ સર્વે નંબરોની સામે અત્યારસુધી મળેલી 5.28 લાખ એટલે કે માત્ર 5 ટકા વાંધા અરજીઓમાંથી 4.13 લાખ અરજીઓની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. રીસર્વેના વાંધા નિકાલની ઝુંબેશના ભાગરૂપે વધુ અરજી ધરાવતા બનાસકાંઠા, મહેસાણા, દેવભૂમિદ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી અને જૂનાગઢ એમ કુલ 10 જિલ્લાઓમાં મેનપાવર અને મશીનરી ઉપલબ્ધ કરાવવા 96 સર્વેયરો, 12 DGPS અને 84 ETS મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી વધુ 15 DGPS અને 14 ETSની ફાળવણી કરવામાં આવી છે.
તેમણે માપણી સંદર્ભે તકનીકી માહિતી આપતા ઉમેર્યું કે, રાજ્યમાં જિલ્લા કક્ષાએ એક પથ્થર કે જેનુ DGPS મશીનથી 72 કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ રેખાંશ નક્કી કરેલ છે. આવા 27 પથ્થરો (ICONIK/ AREA OF INTEREST STONE) ઊભા કરવામાં આવ્યા છે. દરેક તાલુકા કક્ષાએ DGPS મશીનથી 12 કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરાયા છે. આવા 131 પથ્થરો (REGIONAL STONE) ઊભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સુરાજ્યની વ્યાખ્યા કરીઃ અમિત શાહhttps://indianewsgujarat.com/gujarat/late-prime-minister-atal-bihari-vajpayee-defines-surajya-amit-shah/
આ પણ વાંચોઃ PM Modi to Visit Uttarakhand Tomorrow चुनावों से पहले पीएम देंगे उत्तराखंड को 17500 करोड़ की योजनाओं की सौगातhttps://indianews.in/national/pm-modi-to-visit-uttarakhand-tomorrow-before-the-elections-pm-will-give-plans-of-17500-crores-to-uttarakhand/
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.