એક તરફી પ્રેમમાં યુવાને યુવતીને રહેંસી નાખી
સુરત શહેર જાણે ક્રાઇમ સીટી બની ગયું હોય એવુ લાગી રહ્યું છે. ગુનેગારો પોલીસનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ હત્યા કરતા થઇ ગયા છે. આવી જ એક ઘટના સુરત શહેરના છેવાડે આવેલા પાસોદરા ખાતે ONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને જાહેરમાં રહેંસી નાંખી હતી. આ ઉપરાંત યુવતીના કાકા અને ભાઇને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. નવાઇની વાત એ છે કે, આ યુવતીને ફેનિલ નામનો યુવાન બેરહેમી પૂર્વક હલાલ કરી રહ્યો હતો ત્યારે તેના પરિવારજનો કે આસપાસના લોકોએ પણ તેણીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.
ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીને કાપોદ્રા રચના સોસાયટીમાં રહેતો ફેનિલ પટેલ નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. કાપોદ્રા ખાતેથી છેક પાસોદરા જઇને ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો તેમજ તેની મશ્કરી કરતો હતો. જેથી યુવતીના કાકાએ તેને ઠપકો આપ્યો હતો તેમજ ગ્રીષ્માને પરેશાન નહીં કરવાનું કહ્યું હતું. જો કે, ONE SIDE LOVEમાં પાગલ એવા ફેનિલ પટેલે યુવતીના ઘર પાસે જઇને તેના કાકા અને ભાઇ પર હુમલો કર્યો હતો. પોતાના કારણે કાકા અને ભાઇને છરીના ઘા ઝીંકાતા હોવાથી ગ્રષ્મા પણ પોતાના ઘરમાંથી બહાર દોડી આવી હતી અને તેણે ફેનિલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફેનિલે ગ્રીષ્માને પાછળથી પકડી લીધી હતી અને તેના ગળા પર બે રહેમી પૂર્વક છરો ફેરવી દીધો હતો. જેના કારણે ગ્રીષ્મા ઢળી પડી હતી અને તેનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.
ફેનિલ પટેલ જ્યારે ગ્રીષ્માના ગળા પર છરી ફેરવતો હતો ત્યારે ગ્રીષ્માના પરિવારજનો અથવા તો આસપાસના લોકોએ હત્યારાને પડકારવાની હિંમત કરી ન હતી. નહીંતર આટલી ગંભીર ઘટના બનતા અટકકાવી શકાઇ હોત. બીજી તરફ લોકો પોતાના મોબાઇલમાં ગ્રીષ્માને કઇ રીતે મારવામાં આવી રહી છે તેનો વિડીયો ઉતારતા રહ્યા હતા જે અત્યંત શરમ જનક બાબત કહી શકાય.
ગ્રીષ્માનું ઢીમ ઢાળી દીધા બાદ હત્યારો તેની લાશ પાસે ઉભો રહ્યો હતો અને પોતાના ખીસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી જ્યારે પોલીસે હત્યારાને ઝડપી લેવા પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસ તેને ઝડપી પાડે તે પહેલા જ ફેનિલ પટેલે ઝેરી દવા પી અને પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે તેને ઝડપી લઇ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
આપ આ પણ વાંચી શકો છો–નવી મુંબઇમાં SURAT પોલીસે લુંટારૂઓને ઘેરી પાર પાડ્યુ દિલ ધડક ઓપરેશન – INDIA NEWS GUJARAT
આપ આ પણ વાંચી શકો છો– સુરત APPના વોટ્સ એપ ગ્રુપમાં અસ્લીલ સ્ટીકર મુકાતા ભડકો -India News Gujarat-https://indianewsgujarat.com/politics/surat-aap-whatsapp-group/
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.