Raid In Fruit Market : ઉતાવળે આંબા ન પાકે, આવી કેરી ખાતા પહેલા સાચવજો, સુરતમાં આરોગ્ય વિભાગે પાડી રેઇડ – India News Gujarat
Raid In Fruit Market : ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ફળોનો રાજા કેરીનું વેચાણ ધૂમ થતું હોય છે. સુરત શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે પરંતુ સુરત શહેરમાં સરદાર માર્કેટની બાજુમાં આવેલ ફ્રુટ માર્કેટમાં સૌથી વધુ મોટા પ્રમાણમાં કેરીના જથ્થાનું વેચાણ થતું હોય છે. જેથી સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ આ ફ્રુટ માર્કેટમાં ધામા નાખવામાં આવ્યા હતા અને બપોર સુધીમાં અંદાજિત 30 થી વધુ સંસ્થાઓમાં કેરી સહિત અલગ અલગ ફ્રુટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 20 થી વધુ સંસ્થાને નોટિસ ફટકારી 150 કિલોથી વધારે અખાદ્ય કેરી સહિત ફ્રુટનો નાશ કરવામાં આવ્યો છે.
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને સુરત શહેરના લોકો ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ ઘરમાં કેરીનો મોટા પ્રમાણમાં દાબ નાખી ઉનાળાના ચાર મહિના દરમિયાન ભરપેટ કેરી ખાતા હોય છે. પરંતુ કેરીનું વેચાણ કરતા ફ્રુટના વેપારીઓ દ્વારા કેરીને ઝડપથી પકવવા માટે કાર્બાઇટ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં અનેક ફ્રુટના વેપારીઓ પાસેથી કેરી પકવવા માટે કાર્બાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા વેપારીઓ પાસેથી કાર્બાઇડનો જથ્થો જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સૂરત શહેરમાં સહારા દરવાજાથી પુણા કુંભારિયા રોડ પર સરદાર માર્કેટની બાજુમાં આવેલ ફ્રુટ માર્કેટમાં સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે. વહેલી સવારથી જ ફ્રુટ માર્કેટમાં કેરી સહિત અલગ અલગ ફ્રુટ નું વેચાણ કરતા તમામ વેપારીઓને ત્યાં પાલિકા દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બપોરે 1:00 વાગ્યા સુધીમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે 30થી વધુ સંસ્થામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાઓએ ફ્રુટને લઈને કેટલી ખામીઓ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા 20 થી વધુ સંસ્થાને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરી સહિત અલગ અલગ ફ્રુટ મળી 150 કિલો થી વધારે ફ્રુટ નો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ આ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
આગામી દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં માર્કેટમાં પણ કેરીનું વેચાણ શરૂ થશે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં કેરીના મોટા મોટા સ્ટોલ પણ જોવા મળશે. ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ તમામ જગ્યાઓ પર પણ ચેકિંગની કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ કરી દેવામાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.