Ram Navami: મુંદ્રા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી – INDIA NEWS GUJARAT
Ram Navami: મુંદ્રા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રંગેચંગે યોજવામાં આવી હતી. સાંજે નીકળેલી શોભાયાત્રા રાત્રિ સુધી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર શહેરે જાણે અયોધ્યા બન્યું હોય તે રીતે સજાવાયું હતું, શહેરના વિવિધ મંદિરો ખાતે મહા આરતી, રામધુન, કીર્તન સાથે ભક્તિભાવ પૂર્વક મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ ની ઉજવણી કરાઈ હતી. આ નિમિતે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ દિવસ નિમિત્તે કચ્છના મુંદ્રા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દ્વારા રામ નવમી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ નિમિતે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
51 જેટલી વિવિધ દ્રશ્યોને કંડારતી ઝાંખીઓ હતી. તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાઓએ વાતાવરણને રામમય બનાવી નાખ્યું હતું. જેમાં લોકો મર્યાદા પુરુષોતમના આગમનની ક્ષણે ઝુમી ઉઠ્યા હતા. આ સાથે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી મહા આરતી, રામધુન, કીર્તન સાથે ભક્તિભાવ પૂર્વક મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ ની ઉજવણી કરાઈ હતી. સવારથી રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો રામમય બન્યા હતા. મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં જય જય શ્રી રામના નાદ સાથે રામ જન્મનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. વિવિધ રામ મંદિર અખંડ રામધૂન તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.