Ram Navami Mahotsav : પુરુષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય, દિવસ શ્રી રામ નવમી નાં પાવન અવસરે રામોત્સવ
Ram Navami Mahotsav : વ્યારાના નગર સામાજિક સદભાવ સમિતી દ્વારા આયોજન નગરની મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર.
આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગટ્ય દિવસ રામ નવમીનાં પવન અવસરે વ્યારાની નગર સામાજિક સદભાવ સમિતી દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજીક સમરસતા યજ્ઞ અને ધર્મ સભા તેમજ પ્રસાદી રાખવામાં આવી હતી.
અયોઘ્યા સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીનાં જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વ્યારા નગરનાં ઉનાઈ નાકા પર આવેલ શ્રી રામ ભક્ત મહાબલી વિર હનુમાનજી મંદિર ખાતે આજે રામનવમીનાં પાવન અવસરે સામાજિક સદ્દભાવ સમિતિ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યુ હતું અને સાંજે ધર્મસભા યોજવામાં આયોજન કરાયું હતું જેમાં નગરની ખુબજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં પૂજનીય સાધુસંતોએ ઉપસ્થિત રહી જનતાને ધર્મનાં સંદેશા સાથે આશીર્વચન આપશે અને ધર્મ સભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભકતો પ્રસાદીનો લાભ લીધો હતો. રામનવમી નિમિત્તે કરવામાં આવેલા આયોજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો. રામ નવમીનાં પવન અવસરે વ્યારાની નગર સામાજિક સદભાવ સમિતી દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજીક સમરસતા યજ્ઞ અને ધર્મ સભા તેમજ પ્રસાદી રાખવામાં આવી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Parshottam Rupala: ક્ષત્રિય સમાજ અને રૂપાલા નો વિવાદ શું કોઈ ઉકેલ છે ?
તમે આ પણ વાંચી સકો છો :
Jainism: 200 કરોડ નું ત્યાગ કરી સાધુ વેશ ધારણ કરશે આ દંપત્તિ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.