Rape Case In Salabatpur : સલાબતપુરા પોલીસની હદમાં બળાત્કારની ઘટના, કારીગરો માટે રસોઈ બનાવતી કિશોરી પર બળાત્કાર
Rape Case In Salabatpur : કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી બનાવ્યો હવસનો શિકાર ઘટનામાં પોલીસે બે આરોપીઓને કરી ધરપકડ.
સુરત શહેરના સલાબતપુરા પોલીસની હદમાં એક કિશોરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં એક કિશોરી કારીગરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી.આ કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર ૨૧ વર્ષીય જીતુ રાણા નામનો યુવક છેલ્લા એક વર્ષથી પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો.આ હવસખોર યુવક જ્યારે કિશોરી ઉપર બળાત્કાર ગુજારી રહ્યો હતો ત્યારે તેના કહેવાથી સાથે રહેતા પ્રેમ ચૌધરી નામના આધેડે વિડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો પ્રેમ ઉર્ફે પપ્પુ ચૌધરીએ કિશોરીની માસીને પણ બતાવ્યો હતો.આ સમગ્ર હકીકત જ્યારે કિશોરીની માસીને કિશોરીની માતાને કહેતા તેમના પગ તળેથી જમીન ખસી ગઇ હતી.પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ કિશોરી ઘરકામ કરી માતાને મદદરૂપ થતી હતી.આ બાબતે માતા એ કિશોરીને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે જીતુ રાણા વિડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી તેની સાથે બદકામ કરતો હતો.
આ અંગે કિશોરીની માતા એ સલાબતપુરા પોલીસ મથકે જીતુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર જીતુ રાણા સામે બળાત્કાર અને પોકસો હેથળની કલમો નોંધી તેની ધરપકડ કરી હતી.આ કામમાં તેને સાથ આપનાર પ્રેમ ચૌધરીને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં બહાર કામે જતી કિશોરીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સપાટીએ આવતા દીકરીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.આ કેસમાં પોલીસે બંને આરોપીઓ સામે સખત પગલાં ભરી તેઓને જેલના સળિયા પાછલ ધકેલી દીધા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.