પોલીસ તપાસનો ધમધમાટ
સુરત શહેરમાં ગ્રીષ્માની ઘાતકી હત્યાની ઘટના હજુ તાજી જ છે અને પોલીસ તેની તપાસમાં જોરશોરથી લાગેલી છે ત્યારે જિલ્લા પોલીસને પડકાર ફેંકતી વધુ એક ધૃણાસ્પદ ઘટના બની છે. કડોદરા નજીક આવેલા જોળવા ખાતે rape with murderની ઘટના બની છે. જેમાં બાર વર્ષની એક માસુમ બાળકી પર rape ગુજારીને તેની ઘાતકી murder કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્થયો છે. પોલીસે બે શકમંદોને ઉચકી લઇ તેમની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધૃણાસ્પદ ઘટનાને શ્રમજીવી પરિવાર જે બિલ્ડીંગમાં રહે છે તેમાં જ રહેતા કોઇ યુવાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. ઉપરાંત બાળકીને પીંખી નાંખ્યા બાદ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાનું પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યુ છે.- india news gujara
ગઇ રાત્રીના સુરત નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોન જોળવા ખાતે એક ધૃણાસ્પદ ઘટના બની હતી. જોળવા ખાતે આવેલી સાયબા મિલ પાસેની એક બિલ્ડીંગમાં એક શ્રમજીવી પરિવાર રહે છે આ પરિવારમાં એક સાત વર્ષની દીકરી છે અને અન્ય એક બાર વર્ષની દીકરી છે. માતા પિતા ગત રોજ રવિવારે નોકરી પર ગયા હતા સાંજે જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું હતું કે, તેમની મોટી પુત્રી ઘરમાં નથી જેથી તપાસ કરતા તેમના બિલ્ડીંગના જ એક રૂમમાંથી બાળકીનો કણસવાનો અવાજ આવતો હતો અને આ રૂમને બહારથી તાળુ મારેલું હતું. જેથી રૂમનું તાળું તોડીને બાળકીની હાલત જોઇ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બાળકીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ચલથાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં પહોંચતા સુધીમાં ખુબ મોડું થઇ ગયું હોવાથી તેણીને પ્રાથમિક સારવાર મળે એ પહેલા જ તેનું કરૂણ મોત થયુ હતું. આ ઘટના બની ત્યારે બાળકીના માતા પિતા મિલમાં નોકરી પર ગયા હતા અને બાળકીની નાની બેન સાંજના સમયે નજીકમાં આવેલી દુકાનમાં બિસ્કીટ લેવા ગઇ હતી ત્યારે શ્રમજીવી પરિવારના ઘરમાં એકલી રહેલી આ માસુમને કોઇ યુવાન તેના ઘરમાંથી આ બિલ્ડીંગના જ કોઇ રૂમમાં ખેંચીને લઇ ગયો હતો. જ્યાં તેણે આ માસુમ પર પાશવી rape ગુજાર્યો હતો.-india news gujara
બાળકી ઉપર પાશવી rape ગુજાર્યા બાદ નરાધમ યુવાન બાળકીને રૂમમાં કણસતી મુકીને તે રૂમને બહારથી તાળું મારીને નાસી ગયો હતો. બનાવ અંગે જાણ થતા સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા તેમજ પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જે વિગતો હાથ લાગી તેના આધારે બે શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલમાં બાળકીની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા તેનું ગળું ઘોંટીને murder કરાયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાળકીની સાંજે સ્મશાન યાત્રા નીકળી હતી અને તેણીને તેના પિતાએ ચૌધાર આંસુએ રડતા મુખાગ્નિ આપ્યો હતો.-india news gujara
આપ આ પણ વાંચી શકો છોઃ-NCC 6TH ગર્લ્સ બટાલિયન દ્વારા ક્લીન સુરત અભિયાનનો પ્રારંભ
આપ આ પણ વાંચી શકો છોઃ-surat policeના કોમ્બીંગ ડ્રાઇવમાં ઘાતક હથિયારો સાથે 402 ઝડપાયા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.