રિવર લિંક પ્રોજેક્ટ
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે રોજ ડેમના વિરોધમાં જંગી સભા અને વિશાળ રેલી યોજાઈ હતી. વઘઇ માં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત River Link project અને ડેમના વિરોધમાં આ સભા અને રેલીનું આયોજન કરાયું હતું. રેલી અને સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ,પુનાજી ગામીત અને માજી મંત્રીશ્રી તુસારભાઈ ચૌધરી અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આદિવાસી એકતા પરિસદ ના કમલેશભાઈ પટેલ અને ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ અને સેલવાસ ના પ્રભુભાઈ ટોકીયા સહિતના રાજકીય-સામાજિક આગેવોનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૂચિત River Link projectના વિરોધમાં વઘઇ સર્કલ પર થી સેવા સદન સુધી વિશાળ જન સભા મળી હતી.. સમસ્ત આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ આ સભાને સંબોધિત કરી હતી.India News Gujarat
સૂચિત River Link projectનો આદિવસી સમાજ અને સામાજિક અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાના કારણની વાત કરીએ તો, લોકોના અને સંગઠનનોના મતે સરકાર પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી જિલ્લાના જો આ ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે. જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી રહ્યા છે.India News Gujarat
ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર government અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે એક તરફ કેન્દ્ર government બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે.. તો બીજી બાજુ ગુજરાત government ના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે.. આથી અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય government ના મંત્રીઓને આડે હાથ લીધા હતા.-India News Gujarat
આજે આ પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વઘઇના જાહેર માર્ગો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મામલે આજે મામલતદારને આવેદન પત્ર આપીને River Link projectનો વિરોધ કરાયો હતો. આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર આ River Link project આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો તેના ગંભીર પરિણામો આવશે.India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Rainfall : ડાંગના વાતાવરણમાં અચાનક પલટો
આપ આ પણ વાંચી શકો છોઃ-Attempt to break ATM of SBI Bank : ATM તોડવાનો પ્રયાસ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.