સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલ
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત માં નિર્માણ થનાર hostel projectના બાંધકામનો શિલાન્યાસવિધિ સાથે શુભારંભ થયો છે. તા. ૨૪/૦૨/૨૦૨૨ ગુરુવારે hostel projectના મુખ્યદાતા પરિવારના શ્રી દીપકભાઈ છગનભાઈ ગોંડલિયા તથા સંસ્થાના ના ખજાનચી શ્રી મનહરભાઈ સાસપરા ના હસ્તે શિલાન્યાસ તથા લોટી પૂજન કરી શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં દાતા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ શિલાન્યાસ વિધિમાં જોડાયા હતા. વરાછા કામરેજ મેઈન રોડ, વાલક પાટિયા, મણીબેન ચોક ખાતે હોસ્ટેલ ફેજ-૧, ૧૩ માળનું ભવ્ય બિલ્ડીંગનું નિર્માણ થનાર છે. વિજયાદશમી એ ખાતમુહુર્તવિધિ અને ભૂમિપૂજન થયું હતું. હવે બે બેઈઝમેન્ટ , ૧૩ માળ સાથે ૩ લાખ ચોરસફૂટમાં હોસ્ટેલનું બાંધકામ થશે. તેમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે રહેવાની તથા તેમની નોકરી માટે પરીક્ષા માટે ટ્રેનીંગ સેન્ટર ઉભુ કરવામાં આવશે. – Latest News
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી hostel ફેઈઝ-૨ માં મહિલા માટે hostel સહીતની સુવિધા ઉભી થશે તેના સંચાલન માટે મહિલા ટ્રસ્ટી બોર્ડ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૨ થી વધુ મહિલાઓ ટ્રસ્ટી દાતા બન્યા છે. જેને ખુબ સારો આવકાર મળેલ છે. શ્રીમતિ કાજલ રાહિલ માલવિયા, શ્રીમતિ ગૌરીબેન સવજીભાઈ ધોળકિયા, શ્રીમતિ ધર્મિષ્ઠાબેન ધોળકિયા, તથા રાધાબેન ધોળકિયા ઉપરાંત શારદાબેન અરજણભાઈ ધોળકિયા, પ્રવિણાબેન જયંતીભાઈ બાબરીયા, કૈલાસબેન લવજીભાઈ બાદશાહ, શ્રીમતિ ગીતાબેન ઘનશ્યામભાઈ શંકર, શ્રીમતિ ભાવનાબેન કાંતિભાઈ સુદાણી અને ખ્યાતીબેન કેયુરભાઈ ખેની તથા રંભાબેન લક્ષ્મણભાઈ ચક્કમપરવાળા વગેરેએ રૂપિયા ૨૧ લાખ ના દાનનો સંકલ્પ કરી ટ્રસ્ટી દાતા બન્યા છે. ટ્રસ્ટી દાતા બહેનો તથા વ્યવાથાપક બહેનો સાથે મળી બહેનો માટેની hostelનું સંચાલન કરશે.– Latest News
hostel નિર્માણ થશે તેમાં બહેનો પાસેથી રહેવા તથા જમવા માટે કોઈ ફી લેવામાં આવનાર નથી ત્યારે તેમના ભોજન માટે તિથી દાનની નોંધણી શરુ કરવમાં આવી છે. રૂપિયા ૨,૫૦,૦૦૦ દાનમાંથી દર વર્ષે એક દિવસ નું ભોજન તે પરિવાર તરફથી અપાશે. આમ ૧૫ જેટલા પરિવારોએ એડવાન્સમાં તિથી દાન નોંધાવી દીધું છે.
સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ આવકારતા જણાવ્યું કે અમારી અપેક્ષા કરતા પણ વધુ અગ્રણીઓ દાતાઓ અને કાર્યકર્તાઓનો સહકાર મળી રહ્યો છે. કળશયાત્રા સાથે દાતાઓ શિલાન્યાસ વિધિ માટે ગયા હતા, સંસ્થાના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી હરિભાઈ કથીરિયા તથા ભવાનભાઈ નવાપરા તથા મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે સર્વોને આવકાર્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ની યુવાટીમે વ્યવસ્થા જાળવી હતી.- Latest News
આપ આ પણ વાંચી શકો છોઃ-પતિએ પત્ની ઉપર બાળકોની સામે કર્યું Firing
આપ આ પણ વાંચી શકો છોઃ-સલામત સુરત પરિસંવાદ’:બળાત્કાર,ડ્રગ્સ અને અન્ય દુષણો રોકવા કાર્યક્રમ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.