સીટેક્ષ- એક્સ્પો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તેમજ સુરત ટેકસમેક ફેડરેશનના સહકારથી તા. 12,13, અને 14 માર્ચ, 2022 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે sitex expo – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– 2022 (સિઝન ર)’ યોજાયું હતું. ત્રિદિવસીય sitex expo -2 એકઝીબીશનનું આજે સમાપન થયું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, sitex expo એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ, યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતમાં ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન એકમાત્ર સુરત ખાતે ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટે બબ્બે વખત વિશાળ એકઝીબીશન યોજાયું હતું. આથી માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે sitex expo પ્રદર્શનની મુલાકાત લીધી હતી.-India News Gujarat
ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ સેંકડો એરજેટ, વોટરજેટ અને રેપીયર મશીનરીના ઓર્ડર મળ્યા હતા. એના પહેલા જાન્યુઆરી– 2022 દરમ્યાન યોજાયેલા sitex expoમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા 250 કરોડથી વધુની મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા અને રૂપિયા 1300 કરોડના રોકાણની શકયતા સેવાઇ હતી. દરમ્યાન sitex expo – 2022 થકી મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી એકાદ વર્ષમાં ટેકસટાઇલ મશીનરીઓમાં વધારાના રૂપિયા 1500 કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.-India News Gujarat
sitex expo પ્રદર્શનમાં નવી દિલ્હી, મુંબઇ, તિરુપુર, પાણીપત, અમૃતસર, વારાણસી, કોલકાતા, ભોપાલ, ચેન્નાઇ, ઇન્દોર, મુઝફફરપુર અને ઉજ્જૈન ખાતેથી જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ દિવસે 7 હજાર અને બીજા દિવસે 8 હજાર જેટલા બાયર્સ sitex expo એકઝીબીશનમાં ટેકસટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે ત્રીજા અને અંતિમ દિવસે 6 હજાર જેટલા જેન્યુન બાયર્સ sitex expo પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ ત્રણ દિવસ દરમ્યાન 21 હજારથી પણ વધુ બાયર્સે sitex expo – 2022 એકઝીબીશનની મુલાકાત લીધી હતી.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Indian Textile Expoને Dubaiમાં મળ્યો સારો પ્રતિસાદ
આપ આ પણ વાંચી શકો છોઃ-SMC Seminar on TB-ટીબી સારવાર વિશે ઔદ્યોગિક કારીગરોને જાગૃત કરાયા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.