Strong Wind Forecast : દ.ગુજરાતમાં 3 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહી, ફાયરવિભાગ એલર્ટ, એક્સ્ટ્રા કન્ટ્રોલ રૂમ કર્યો શરૂ
Strong Wind Forecast : તાત્કાલિક મદદ મળી રહે તે માટે વ્યવસ્થા હવામાન વિભાગની આગાહી બાદ તાત્કાલિક વ્યવસ્થા કરાઈ.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે. ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલરૂમ ઊભું કરવામાં આવ્યું છે. ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા. જેમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં 18 જેટલાં વૃક્ષ ધરાશાયી થયાં હતાં. જોકે આ વૃક્ષ ધરાશાયી થયા તેમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
સુરત મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડ દ્વારા અલગથી કંટ્રોલરૂમ ઉભો કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને ભારે વરસાદ કે પવન સમયે સર્જાતી ખાના ખરાબી વખતે તાત્કાલિક મદદ રવાના કરી શકાય. ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિપલ સ્કપાલએ કહ્યું કે, તાત્કાલિક આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યાં છે. જેથી કોઈપણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય. સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ સુરત મહાનગર પાલિકા ના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશેષ તૈયારી બાબતે ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત સવવાદાતા અમિત રાજપૂતે કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી..
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Balaram Palace: પાલનપુર નજીક બાલારામ પેલેસ કુદરતી સૌદર્યથી ભરપુર, વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.