Student Carried Gun and Knife in School Bag -સ્કૂલ બેગમાંથી દેશી તમંચો અને રેમ્બો છરો મળી આવ્યો. – India News Gujarat
studentની બેગમાંથી પુસ્તકોની જગ્યાએ હથિયાર મળ્યા :સુરતમાં ધોરણ-8ના student સહિત બે હથિયારો સાથે ઝડપાયા સુરતના ખટોદરામાં ચોકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં ધોરણ-8ના 2 studentની બેગમાંથી દેશી તમંચો અને રેમ્બો છરો મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોધી 2 વિદ્યાથીની ધરપકડ કરી હતી. -Latest news
ધોરણ-8ના Studentના પાસેથી મળ્યા હથિયાર. – India News Gujrat
- ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ studentઓ ગુનાના રવાડે ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
- ત્યારે ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે.
- ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના studentના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં.
- દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.-Latest news
એક આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે. – India News Gujrat
- પકડાયેલા આરોપીઓને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી .
- ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, તેમની ટીમના સર્વલન્સ સ્ટાફના પી.એસ.આઈ આર.એસ. પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, ચેતન ભાઈ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી
- કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે.
- પીએસઆઇ આર.એસ પટેલે ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો.
- જેમની સ્કૂલ બેગમાંથી ચોપડા ને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા.
- એક આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.આરોપીની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ પાસેથી લાવ્યા હતા.
- હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. -Latest news
તમે આ પણ વાંચી શકો છો :
School પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત
તમે આ પણ વાંચી શકો છો :
સુરતમાં 12થી 15 વર્ષના બાળકો માટે કોરોનાની Carbevex રસીનો જથ્થો આવ્યો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.