જિલ્લા પંચાયત બજેટ
Surat મહાનગર પાલિકા દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ આજે Surat જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું Budget આજે જિલ્લા પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરતાં સર્વાનુંમતે મજુર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કેટલીક નવી યોજનાની સાથે સ્વભંડોળનું 63.85કરોડનું રાખવામાં આવ્યું છે. જે ગત વર્ષ કરતા 20 કરોડ વધુ છે.-India News Gujarat
Suratના ચોકબજાર ખાતે સુરત જિલ્લા પંચાયત ભવનમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે વર્ષ 2022-23નું Budget રજુ કરતા કહ્યું હતું કે, આગામી વર્ષમાં સરકારી ગ્રાંટ મળી કુલ 1662 કરોડની આવક અંદાજવામાં આવી છે. જેની સામે 1027 કરોડનો ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. સ્વભંડોળની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23ના માં Budget સ્વભંડોળનું કદ 63.86 લાખ રાખવામાં આવ્યું છે. જેમાં મહેસુલ – પંચાયતને વિકાસ ક્ષેત્રે 15 કરોડ, શિક્ષણ માટે 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લામાં વિવિધ યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવશે.-India News Gujarat
જિલ્લા પંચાયતના Budgetમાં આરોગ્ય માટે 1 કરોડ, બાળ વિકાસ યોજના માટે 36 લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૨ કરોડ, સમાજ કલ્યાણ વિભાગ માટે 5 કરોડ, સિચાઈ માટે 7 કરોડ, જાહેર બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસના કામો માટે સભ્યો તરફ ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે. જેને પગલે Budgetમાં સભ્યોને વધારાની ગ્રાંટ ફાળવવા માટે 4.32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી , કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, બાંધકમ સમિતિ અધ્યક્ષ રોહિત ,અફઝલ પઠાણ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતાં. આ બજેટને સામાન્ય કરતા વિકાસ લક્ષી ગણાવવામાં આવી રહ્યુ છે.-India News Gujarat
સુરત જિલ્લા પંચાયતના Budgetમાં ચાલુ વર્ષે જિલ્લા પંચાયતના સભ્યો પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરી શકે તે માટેની અલગ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ પ્રમાણે આગમી વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયતના સભ્યોને ગ્રાન્ટ પેટે રૂપિયા 4.32 કરોડ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં જિલ્લામાં આ સભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વધારે ઝડપથી આગળ વધારી શકશે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ
આપ આ પણ વાંચી શકો છોઃ-Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.