માતાનું હૈયાફાટ રૂદન
SURATમાં ફેનિલ ગોયાણીએ કરપીણ રીતે GRISHMA વેકરિયાની એકતરફી પ્રેમમાં હત્યા કર્યા બાદ ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં SURAT શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોની આંખોમાં આંસુ હતા. દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ દીકરી GRISHMA ની હત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી. ત્યારે દીકરીને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોઈને ભાંગી પડ્યા હતા. તો માતા પણ પોક મુકીને રડવા લાગતા ગમગીની ભર્યો માહોલ થઇ ગયો હતો. GRISHMA ના પરિવારના કલ્પાંતને જોઇને અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.-INDIA NEWS GUJARAT
12 ફેબ્રુઆરીના રોજ SURAT જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામ ના યુવકે GRISHMA નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી GRISHMA ને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં GRISHMA ના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને GRISHMA ને પકડી લઇ તેનું ગળું કાપી નાખ્યું હતું. આ સમગ્ર ઘટના ની જાણ તેના પિતા આફ્રિકા હોવાથી તેમને કરવામાં આવી ન હતી. પરંતુ આજે વહેલી સવારે તેઓ આવ્યા બાદ દીકરી GRISHMA ની હત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી.-INDIA NEWS GUJARAT
અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. મહિલાઓ મોટી સંખ્યામાં પરિવારને દિલસોજી પાઠવવા માટે આવી હતી. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. SURAT શહેરમાં GRISHMA ના ઘરથી વરાછા અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઠેર ઠેર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં ગમગીની છવાઈ હતી. મહિલાઓ દ્વારા તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સ્મશાન યાત્રામાં પણ GRISHMA ને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છોઃ-home minister વિરુદ્ધ સુરતમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા- india news gujarat
તમે આ પણ વાંચી શકો છોઃ-CRIME CITY SURATમાં વધુ એક હત્યા- સાપ્તાહિકના તંત્રીને પરિવાર સામે રહેંસી નાંખ્યો -INDIA NEWS GUJARAT
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.