Teachers Cricket Tournament Controversy: શિક્ષકો અને અન્ય સ્ટાફ દ્વારા બે દિવસનું ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન – INDIA NEWS GUJARAT
Teachers Cricket Tournament Controversy: વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણીક કાર્ય દરમિયાન બે દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો હતો. ચાલુ ફરજ દરમ્યાન શિક્ષકો દ્વારા ક્રિકેટર ટુર્નામેન્ટ રખાતા બાળકોના બે દિવસ શૈક્ષણિક કાર્ય ખોડંભે પડ્યું હતું. આ ટુર્નામેંટની જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા છે.
વલસાડ જિલ્લાના છ તાલુકાના 180 શિક્ષક ખેલાડીઓ 250 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા સમર્થકો મળી 530 જેટલા શિક્ષકો દ્વારા સાત અને આઠ તારીખના રોજ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. બાળકોનું શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જતાં આ કાર્યકર્મના મંજૂરી આપવા બાબતે સવાલો ઊભા થઈ રહ્યા છે. વલસાડના વાકલ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટની મજા લેવાય તો બાળકોનું ભણતર ક્યાંક ને ક્યાંક ઠપ થઈ જવા પામ્યું હતું. શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પરવાનગી અપાઈ હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા જોકે શિક્ષકો ઉપર કાર્યવાહીની જગ્યાએ તેઓ સાથે ક્રિકેટની મજા માણતા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ રોષ બહાબુકી ઉઠ્યો હતો. શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય બે દિવસ સુધી બંધ રહ્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક શરતોના આધીન પરવાનગી આપ્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યો હતો.
રમશે ગુજરાત આગળ વધશે ગુજરાત ના નારા આમતો સ્પોટ એક્ટિવિટી ને પ્રમોટ કરવા માટે અપાયા છે અને રમત ગમત દરેક ઉમરે સારી બાબત છે પરંતુ આ ટુર્નામેંટ ના આયોજન પહેલા વિદ્યાર્થીના બે દિવસના શેક્ષણિક કારણે નુકશાન થશે એ બાબતનું ધ્યાન કોઈએ રાખ્યું ના હતું અને જે ટુર્નામેંટ રાજયના દિવસો દરમ્યાન આયોજિત કરવી જોઈએ એની જગ્યાએ ચાલુ શેક્ષણિક દિવસ દરમ્યાન યોજાતા આ વિવાદ વિદ્યાર્થીના બગડેલા શિક્ષણને કારણે ઊભો થયો છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.