ગ્લોબલ ટેક્સટાઇલ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ૧૦ અને ૧૧ જૂન, ર૦રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં global textile trade fair એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ ઉપરાંત તિરુપુરના ૩૦ થી વધુ ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ અને એકસપોર્ટર્સે ભાગ લીધો છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધી તરીકે ચેમ્બરના ગૃપ ચેરમેન તથા ચેમ્બરના ‘global textile ટ્રેડ ફેર’એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે ગુરૂવાર, તા. ૧૭ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ તિરુપુર ખાતે હોટેલ આર.કે. રેસિડેન્સીમાં ૧પ૦ થી પણ વધુ તિરુપુરના સ્થાનિક ટેકસટાઇલ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ, એકસપોર્ટર્સ અને નીટર્સ સાથે મિટીંગ કરી હતી.-Latest news
અમિષ શાહે જણાવ્યું હતું કે, આ મિટીંગમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો. એ. શકિતવેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. પ્રથમ વખત ચેમ્બર દ્વારા તિરુપુરના મહત્વના ટેકસટાઇલ એસોસીએશનો જેવા કે સ્ક્રીન પ્રિન્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (SPAI), ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI), તિરુપુર એકસપોર્ટર્સ એસોસીએશન (TEA), તિરુપુર એકસપોર્ટ નીટ પ્રિન્ટર્સ એસોસીએશન (TEKPA), તિરુપુર એકસપોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ એસોસીએશન (TEAMA), ધી ટેકસટાઇલ એસોસીએશન– ઇન્ડિયા (TAI) અને એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (AEPC) ને એક જ પ્લેટફોર્મ ઉપર એકત્રિત કરવામાં આવ્યા હતા.-Latest news
આ મિટીંગમાં તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા global textile ટ્રેડ ફેર એકઝીબીશન વિશે પ્રેઝન્ટેશન રજૂ કરી ટેકસટાઇલ ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ટેકસટાઇલ ઉદ્યોગકારોને કાપડના વૈશ્વિક ખરીદદારો –વેચાણકારો તથા ઉત્પાદકો મળી રહેશે અને તેના થકી તેઓને થનારા બિઝનેસથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા. મિટીંગ ખૂબ જ સફળ રહી હતી અને global textile ટ્રેડ ફેર એકઝીબીશનમાં તિરુપુરના ૩૦ થી વધુ ટેકસટાઇલ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ અને એકસપોર્ટર્સે ભાગ લીધો હતો.ઉપરોકત મિટીંગમાં તિરુપુર એકસપોર્ટર્સ એસોસીએશનના પ્રમુખ રાજા એમ. શાનમુઘમ, તિરુપુર એકસપોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ એમ.પી. મુટ્ટુરેટીનમ, તિરુપુર એકસપોર્ટ નીટ પ્રિન્ટર્સ એસોસીએશનના પ્રમુખ ટી.આર. શ્રીકાંત અને એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના મેમ્બર ઇલાન્ગોએ પણ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવી સ્થાનિક ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ અને એકસપોર્ટર્સને એકઝીબીશનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.-Latest news
આપ આ પણ વાંચી શકો છોઃ-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતે hostel બાંધકામનો કર્યો શુભારંભ
આપ આ પણ વાંચી શકો છોઃ- stok marketમાં ટ્રેડીંગ કરવા કરતા SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.