Triranga Distribution
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે. દરેક લોકો પોતાના ઘરો, શેરી-મહોલ્લાઓમાં તિરંગો લહેરાવશે. આ અભિયાનના અનુસંધાને સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વાહનચાલકો સહિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌને આગામી તા.૧૧મીએ સુરતમાં વાય જંક્શન, પીપલોદ ખાતે યોજાનાર તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ વેળાએ લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ અપાઈ હતી.
તિરંગા વિતરણમાં મેયર દક્ષેશ માવાણી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત સામાજિક આગેવાનો જોડાયા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.