Windmill Collapsed : માંડવીના નાના આસંબીયામાં પવનચક્કી ધરાસાઇ, ગામની નજીક આવે પવનચક્કી એકાએક ધરાસાઇ થઈ
Windmill Collapsed : સાંજના સમયે બન્યો બનાવ કોઈ હાજર ના હોતા જાનહાનિ ટળી પવનચક્કી ધરાસાઇ થવાનો લાઈવ વીડિયો આવ્યો સામે.
માંડવીના નાના આસંબીયામાં પવનચક્કી અચાનક ધરાશાઈ થઈ જતાં તેના સ્ટ્રક્ચરને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.
માંડવીના નાના આસંબીયામાં ખેતર પાસે આવેલી પવન ચક્કી અચાનક ધરાશાઈ થઈ હોવાનો વિડિયો સામે આવ્યો છે.હાલ એક પવન ચક્કી અચાનક તૂટી પડી હોવાનો વિડિયો સામે આવ્યો છે.આ વીડિયો માંડવીના નાના આસંબીયા ગામનો છે જે ગામમાં ખેતર પાસેની પવન ચક્કી અચાનક પડી ભાંગી હોવાના દ્ર્શ્યો વીડિયોમાં દેખાઇ રહ્યા છે.હવાની ક્ષ્રમતના આધારે પવન ચક્કીની ડિઝાઇન અને તેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે જ્યારે આ પવન ચક્કી ભારે પવનના કારણે ભાંગી પડતા તેની બનાવટ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.સાંજના સમયે સર્જાયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.હાલ આ ઘટના ને પગલે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.