Yoga Mahotsav 2024 : અઠવા લાઇન્સ પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024, ૨૧મી જૂન એટલે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ
Yoga Mahotsav 2024 : આંતરરાષ્ટ્રિય યોગ દિવસના ૫૦ દિવસ પહેલા થીજ યોગની શરૂઆત. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 નું આયોજન.
અઠવા લાઇન્સ પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રિય યોગ દિવસના ૫૦ દિવસ પહેલા થીજ યોગની શરૂઆત કરવામાં આવી છે.
આગામી તારીખ ૨૧મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રિય યોગ દિવસને ૫૦ દિવસ બાકી છે જેથી સુરત શહેરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ ગ્રાઉન્ડમાં સવારે ૬ વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા.આ કાર્યક્ર્મમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.ગત વર્ષે સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતુ ત્યારે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવ્યો હતો.
આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સુરતને અભિનંદન પણ પાઠવ્યા હતા.દેશની વાત કરીએ તો ગત વર્ષે ૨૩.૫ કરોડ લોકોએ એક સાથે યોગ દિવસ મનાવ્યો હતો અને આ વર્ષે ૩૦ કરોડ લોકો જોડાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે સુરતના વાય જંકશનથી લઈને SVNIT સર્કલ સુધી 1.50 લાખથી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્તત કર્યું હતું. આ પહેલા 1.09 લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ નોંધાયો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.