ગુજરાતમાં લોકસભા ચુંટણી માટે નાં ભાજપનાં સ્ટાર પ્રચારકો માં હાર્દિક પટેલ ની બાદબાકી
ગુજરાત માં લોકસભા ની ચુંટણી તથા વિધાન સભાની પેટા ચુંટણીઓ માટે ભાજપ ની જાહેર કરવામાં આવેલી સ્ટાર પ્રચારકો ની યાદીમાં ગત વર્ષોમાં મોટુ નામ થઈ ગયેલા યુવા નેતા હાર્દિક પટેલનું નામ ક્યાંય દેખાતું નથી.
ઉલ્લેખનીય છે કે પાટીદાર યુવા નેતા તરીકે ઉભરી ચૂકેલા યુવા નેતા હાર્દિક પટેલ અનેક રાજનીતિક ગડમથલ પછી હવે ભાજપ સાથે જોડાઈ ધારા સભ્ય બની ચૂક્યા છે.
# Hardik Patel હાર્દિક પટેલ એક કુશળ વક્તા :
હાર્દિક પટેલ ભીડ ભેગી કરી શકવા માં સક્ષમ રાજકારણી કહી શકાય.
શરૂઆત મા એમના વક્તવ્યો ને બાલિશ ગણી એમની ઘણી મજાક અને ટીકા ટિપ્પણી થઇ હશે.
પરંતુ હવે તો હાર્દિક પટેલ ઘડાઈ ચુક્યા છે.
કુશળ વક્તા બની ચૂકેલા હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી.
તેમની ઉપેક્ષા કેમ કરવામાં આવી હશે તે અંગે ગુજરાત ના રાજકારણમાં ચર્ચાઓ થઈ રહી છે.
આમ જુઓ અલ્પેશ ઠાકોર પણ હાર્દિક પટેલની હરોળમાં જ હતાં.
અલ્પેશનું નામ ભાજપ નાં સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.
# ગુજરાત માં લોકસભા ચુંટણી માં ભાજપનાં
૪૦ સ્ટાર પ્રચારકો :
ગુજરાત લોકસભા ચુંટણી માં જોરદાર પ્રચાર માટે ભાજપે ૪૦ અગ્રણી નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
કુલ ૪૦ સ્ટાર પ્રચારકો માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોખરે ગણી શકાય.
તે ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ને પણ સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી આપવામાં આવી છે.
# મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને # C.R.Patil:
ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, પુરુષોત્તમ રૂપાલા,
હર્ષ સંઘવી,મનસુખ માંડવીયા, ભરત બોઘરા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર પણ સ્ટાર પ્રચારક રહેશે.
ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે.
જયારે ગુજરાતમાં ક્ષત્રિયો નારાજ હોવાનું ચિત્ર ઉપસ્યું છે ત્યારે ક્ષત્રિય ચહેરો આઈ કે જાડેજા સ્ટાર પ્રચારક હોવાં ઘણું સૂચવી જાય છે.
# ગુજરાત ના રાજકારણ માં પટેલોનું વર્ચસ્વ :
# પટેલ અને ક્ષત્રિય
ગુજરાત ના રાજકારણ માં પટેલોનું વર્ચસ્વ જોતાં અલ્પેશ પટેલ, રજની પટેલ,હૃષીકેશ પટેલ જેવા નેતાઓ સ્ટાર પ્રચારક તરીકે સારો દેખાવ કરી શકે તેમ છે.
આ ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારક તરીકે ભાનુ બેન બાબરીયા, કુંવરજી બાવળિયા વિગેરે નેતાઓ નાં નામ જાહેર થયાં છે.
# Purushottam Rupala
ગુજરાતમાં ક્ષત્રિય સમાજ નાં રોષનો ભોગ બનેલાં પુરુષોત્તમ રૂપાલા ને સ્ટાર પ્રચારક માં રાખી ભાજપે તેમનું કદ વધારી દીધું છે.
તે ઉપરાંત ભાજપ નેતૃત્વએ પોતાની ઈચ્છા શક્તિ સાબિત કરી છે કે જે થાય તે પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપ માટે એક કદાવર અનિવાર્ય જરૂરિયાત છે.
ઘણાં પાટીદાર અગ્રણીઓ હાર્દિક ને સ્ટાર પ્રચારક બનાવાશે એવું માનતા હતા.
# Hardik Patel neglected ?
હાર્દિક પટેલ ને સ્ટાર પ્રચારક ના બનાવવા પાછળ શું ગણતરી હશે તે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે.
શું હાર્દિક પટેલને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યાં હશે?
શું હાર્દિક પટેલ ની જાણી જોઈને ઉપેક્ષા કરવામાં આવી હશે?
# C.R.Patil નું માઈક્રો મેનેજમેન્ટ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલ નું ચુંટણી નું માઈક્રો મેનેજમેન્ટ એટલું બધું પ્રભાવી દેખાઈ રહ્યું છે કે હાર્દિક હોય કે ના હોય ભાજપ નો ઘોડો આગળ જ દોડતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.