Fire At Gamezone : આણંદના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટિ અને NOC અંગે ચકાસણી, ફાયર સેફ્ટિના મામલે બે ગેમઝોનને સીલ મરાયા
Fire At Gamezone : રાજકોટના અગ્નિકાંડ બાદ આનંદ વહિવટી તંત્ર જાગ્યું ટાઈમઝોન ગેમઝોન’ અને ‘ગૂગલી વૂગલી’ ગેમઝોન સીલ.
આણંદ શહેરમાં આવેલા વિવિધ ગેમઝોનમાં રવિવારે વહિવટીતંત્ર દ્વારા ફાયર સેફ્ટિ અને એનઓસી અંગે ચકાસણી હાથ ધરાઇ હતી. જેના કારણે બે ગેમ ઝોનમાં સેફ્ટિનો અભાવ અને ફાયર એનઓસી ન હોવાથી સીલ મરાયા હતા.
રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી કરૂણાંતિકામાં 26નાં મોત બાદ રાજય સરકાર સફાળી જાગી હતી અને રાજયભરમાં ગેમઝોનમાં તપાસ કરવા આપેલી સુચનાને લઈને આણંદ શહેરમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આણંદના ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગની ટીમે જિલ્લાના વિવિધ મોલ ખાતે આવેલ ગેમઝોનમાં તપાસ હાથ ધરી હતી અને ફાયર, એનઓસી સહિતની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમએ સવારે આણંદ શહેરમાં મારૂતિ સોલારીસમાં આવેલા ટાઈમ ઝોન ગેમઝોન અને સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલમાં આવેલા ગુગલી વુગલી ગેમઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરતા બન્ને ગેમઝોન ફાયર એનઓસી મેળવ્યા સિવાય ચાલી રહ્યા હતા.
તેમજ ગુગલી વુગલી ગેમઝોનમાં નિયમ મુજબ એન્ટ્રી અને એકઝીટની કોઈ સુવિધા હતી અને માત્ર એન્ટ્રીનો ગેટ હતો જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બન્ને ગેમઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મારુતિ સોલારીસ મોલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે પરંતુ ટાઈમઝોન ગેમઝોનમાં ફાયર સેફ્ટી ન હોવા અંગે પૃચ્છા કરતા જાણવા મળ્યું હતું કે પહેલા કોમન ફાયર સેફ્ટીની સુવિધા હતી પરંતુ હવે જે-તે એકમ દ્વારા અલગથી ફાયર સેફ્ટીની પરવાનગી લીધા બાદ પુનઃ ગેમ ઝોન કાર્યરત કરાશે.
તમે આ પણ વાંચી સકો છો :
“Express View City”/કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો
તમે આ પણ વાંચી સકો છો :
Heat Wave Rise Alert : બનાસકાંઠામાં ગરમી વધવાની આગાહી, આગામી બે દિવસ તાપમાનનો પારો ઉંચકાશે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.