રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યો આજે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કર્યો . ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.કોંગ્રેસને રામ રામ કરનારા પૈકીના પાંચ પૂર્વ ધારસભ્યો કમલમ્ ખાતે પહોંચ્યા હતા .ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ અપાવ્યો. કમલમ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બાદ અંદર પ્રવેશ અપાયો હતો.તો જો આ જોડ તોડની રાજનીતિ વિશે સમજીએ તો આ આઠમાંથી ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યો કાયમ માટે ભૂતપૂર્વ ધારાસભ્યો જ રહી જાય તેવું સમીકરણ બની રહ્યું છે.ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આઠમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકિટ આપી પેટાચૂંટણી લડાવાશે.ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠક પરથી અક્ષય પટેલ તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે..તો કયા કયા ધારાસભ્યોએ ભગવો કેસ પહેર્યો તે વિશે જણાવીએ તો અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયા, મોરબીના બ્રિજેશ મેરજા, કરજણના અક્ષય પટેલ, અને કપરાડાના જીતુ ચૌધરી ભાજપમાં જોડાયા હતા.
https://www.facebook.com/jitu.vaghani/videos/318444342491376/
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.