Krishi Mahotsav 2024
INDIA NEWS GUJARAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે.ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે. આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનીઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
પોતાની આગવી કોઠાસૂઝથી ખેતઉત્પાદન વધારનાર ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા મોદી સાહેબે શરૂ કરી હતી. એ પરંપરાને આગળ ધપાવતા રાજ્યના 12 પ્રગતિશીલ ખેડૂતોને તેમની ઉમદા કામગીરી બદલ પુરસ્કાર આપી, સન્માનિત કર્યા અને ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના સાધન-સહાયના લાભોનું વિતરણ
Child Marriages : રાજ્યમાં બાળલગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા સરકારના કડક પગલાં
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય સાથે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે, જેના ભાગરૂપે 2016 થી સતત રવી કૃષિ મેળાનું આયોજન કરાય છે, સરકાર દ્વારા ખેડૂતોને ખેતી લક્ષી તમામ માહિતી એકજ સ્થળે મળી રહે તેને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ રવિ કૃષિ મેળો તાપી જિલ્લામાં આજથી બે દિવસ સુધી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરી માં ચાલશે.
ભારત દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેતીને લગતી તમામ સરકારી યોજનાકીય કે ખેતી લક્ષી માહિતી ખેડૂતોને મળી રહે તે દિશામાં સરકાર સમયાંતરે કામગીરી કરતી આવી છે, જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં બે દિવસ રવિ કૃષિ મહોત્સવ આજથી બે દિવસ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયો હતો.
આ કૃષિ મહોત્સવ દરમ્યાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે નિષ્ણાતો અને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગેની સમજ અપાશે સાથે કૃષિ સેમીનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનુ આયોજન જેવા કાર્યક્રમો આગામી બે દિવસ સુધી રવિ કૃષિ મહોત્સવ દરમ્યાન થશે, જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો આગામી દિવસોમાં પ્રાપ્ત કરશે.
આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સહિત જિલ્લા વિકાસ અધિકારી વિ.એન.શાહ , જીલ્લા ખેતીવાડી અધિકારી ચેનાતભાઈ ગરાસિયા સહિત સમધિત વિભાગના અધિકારી અને મોટી સંખ્યાના વ્યારા તાલુકા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતાં.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાંકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય સર્વ અનિકેત ઠાકર, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.