Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા – India News Gujarat: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા – India News Gujarat
Run For Vote: લોકસભા ચૂંટણી 2024ની મતદાન જાગૃતિ અંતર્ગત ભાવનગર શહેરનાં ગુલીસ્તા મેદાન ખાતે કલેકટર, એસ.પી અને મનપા કમિશનર દ્વારા રન ફોર વોટીંગ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના રોજ ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્પેશ્યલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણીપંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકો મત દેવા માટે પ્રેરિત થાય તે માટે અલગ કેટેગરીના આકર્ષણ મટબુથ પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરની કલેકટર કચેરી ભાવનગર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં કલેક્ટર આર.કે મહેતા દ્વારા મતદાતાઓને સંબોધતા કહ્યું હતું કે ભાવનગરમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ત્યારે લોકો પોતે પણ મતદાન જાગૃતિ અભિયાનનાં બ્રાન્ડ એમ્બેસેડર બની પોતાની આસપાસ તેમજ પોતાના સગા સંબંધોને મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમ જ આવનારી ૭ તારીખે વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
રન ફોર વોટિંગ કાર્યક્રમ ગુલીસ્તા ગ્રાઉન્ડ થી પ્રસ્થાન કરી શહેરનાં આતાભાઈ ચોક, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, સેન્ટર સોલ્ટ, અને ગુલીસ્તા ખાતે પૂર્ણ થઈ હતી, જયારે આ રેલીમાં પાંચ હજાર જેટલા કર્મચારી અને નગરજનો જોડાયા હતા, તેમજ કલેકટર આર.કે.મહેતા, મનપા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, એસ.પી., ડો.હર્ષદ પટેલ, ડેપ્યુટી કલેકટર, તેમજ તમામ વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.