होम / આરોગ્ય / Clinical Establishment Act : ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ : INDIA NEWS GUJARAT

Clinical Establishment Act : ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ : INDIA NEWS GUJARAT

BY: Jayesh Soni • LAST UPDATED : December 1, 2024, 12:28 pm IST
Clinical Establishment Act : ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ : INDIA NEWS GUJARAT

Clinical Establishment Act

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ

૧૨ માર્ચ ૨૦૨૫ સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સુચના


સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ


પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ


 આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે

 ક્લિનિકલ સંસ્થાઓમાં તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે

 એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું

  • અત્યારસુધીમાં રાજ્યની ૫૫૦૦ થી વધુ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું
  • જેમાં ૨૩૦૦ જેટલી સરકારી, ૩૦૦૦ થી વધુ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ

  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઇ કાલે તા. ૩૦ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.
    આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ , આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલ હોસ્પિટ્લસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, તા. ૧૨ મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે .
    રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે તેમ મંત્રી એ ઉમેર્યુ હતુ.
    આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન તશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.
    આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે
    એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું
    અત્યારસુધીમાં તા. ૨૮નવેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યની ૫૫૩૪ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ૨૩૨૮ સરકારી, ૩૦૧૫ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
    જેમાં ૪૦૧૮ એલોપેથી, ૧૮૫ આયુષ હોસ્પ્ટિલ્સ, ૪૩૭ હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે.
    ૫૦ થી ઓછી પથારી ધરાવતી ૪૬૦૧ અને ૫૦ થી વધુ પથારી ધરાવતી ૩૨૨ હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.
ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ / કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.
વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ/સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા, બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (૧) લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. તદ્ઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ/સંસ્થા ૫ લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ છે.


અત્રે નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમ નો સમાવેશ થાય છે.
તદ્ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે.
ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ ૨૨-૫-૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ ૧૩-૯-૨૦૨૨ ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે. ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.

Tags:

breakingnewsClinical Establishment ActGujaratGujarat NewsindiaIndia News GujaratindianewsLatest Gujarati NewsPM Narendra ModiPolitics

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ !
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT