દેશભરમાં લોકડાઉન શરૂ થતાં ફ્લાઈટોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે એર ઇન્ડિયાએ લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને 24 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવવા માટે ઓફર આપી છે. એર લાઈન્સના જણાવ્યા મુજબ, 23 માર્ચથી 31 મે દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરો આ યોજનાનો લાભ લઈ શકે છે. રદ થયેલી ફ્લાઇટના આ પેસેન્જરો 25 મેથી 24 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકશે. જો કે આ ટિકિટ માટે તેમની પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જો કે ગુરુવારે પણ અમદાવાદ આવતી જતી 50 ટકા જેટલી ફ્લાઇટ રદ થઈ હતી. એર ઈન્ડિયાના આ નિર્ણયથી હવાઈ મુસાફરોમાં ખુશી લાગણી પ્રસરી છે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.