હેરિટેજ પાર્ક
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે સાંજે જૂની દિલ્હીમાં જામા મસ્જિદ પાસે વિકસિત નવા ‘HERITAGE PARK ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં મુઘલ શૈલીની બારાદરી (મંડપ) અને વિવિધ પ્રકારના ફૂલો હશે. આ પાર્ક 17મી સદીની જામા મસ્જિદની નજીક છે અને બીજી બાજુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ લાલ કિલ્લાની સામે છે.
મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 7.65 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 1.75 એકર HERITAGE PARK નો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્લોટ અગાઉ ગંદકીથી ભરેલો હતો, ઘણી બાજુથી અતિક્રમણ કરવામાં આવ્યું હતું. તેનો અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ઉપયોગ થતો હતો, પરંતુ મહિનાઓની મહેનત અને કુશળ આયોજન બાદ હવે તેને એક સુંદર પાર્કમાં ફેરવી દેવામાં આવ્યું છે.
HERITAGE PARK ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભંડોળ અને વિવિધ સાંસદોના દાનથી બનાવવામાં આવ્યો છે. આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ સફેદ આરસપહાણમાંથી બનેલી બારદરી (મંડપ) છે, જ્યારે તેના નિર્માણમાં લાલ રેતીના પથ્થર, સફેદ આરસપહાણ, ધોલપુર પથ્થર અને દિલ્હીના ક્વાર્ટઝાઈટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચી શકો : 24 માર્ચે ઉજવાય છે વિશ્વ TUBERCULOSIS દિન -India News Gujarat
આ પણ વાંચી શકો : KARNATAKA હિજાબ વિવાદ : સરકારે ચુકાદો આપનારા ન્યાયાધીશોને Y શ્રેણીની સુરક્ષા આપી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.