होम / ભારત / Lavanya episode shows how deep the missionary rot is in Tamil Nadu and Andhra Pradesh

Lavanya episode shows how deep the missionary rot is in Tamil Nadu and Andhra Pradesh

BY: Yuvraj Pokharna • LAST UPDATED : January 30, 2022, 2:48 pm IST
Lavanya episode shows how deep the missionary rot is in Tamil Nadu and Andhra Pradesh

ભારતનું ધર્મપરિવર્તન : ધર્મનિરપેક્ષતા કે વિનાશ ?

ઈતિહાસ દર્શાવે છે કે મૂળ વતનીઓને “સંસ્કારી” બનાવવાનું મિશન અને કોન્વેન્ટ શાળાઓ દ્વારા ધર્માંતરણ જેવી ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિઓ હંમેશા સાથે-સાથે ચાલતી આવી છે. કોન્વેન્ટ શાળાઓ અને કોલેજો માપદંડ સ્થાપિત કરતું

શિક્ષણ પ્રદાન કરતી હોવાનું મનાય છે, કે જે, વર્ષોથી, આપણા દેશના નિમ્ન-અને-મધ્યમ-વર્ગ દ્વારા વાંછનીય વસ્તુ બની ગઈ છે. પરંતુ, આ સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓ માટે અનુકૂળ અને ચાલાક ધર્મપરિવર્તનની ભૂમિ તરીકે વર્તે છે. જો તમે વટલાઈ જાઓ તો, ખ્રિસ્તીઓની શાળાઓ સમાજના ઉચ્ચ અને નીચલા છેડાને પ્રલોભનો આપે છે, જ્યાં તેઓ મફત શાળા, પુસ્તકો, પરિવહન અને વધુ લાલચો ઓફર કરે છે. ઈસુમાં પ્રેમ તેમના માટે પૂરતો નથી, પરંતુ ધર્માંતરણ છે ! પેટશૂળ મિશનરી કાર્યપદ્ધતિઓ સાથે છે, જેણે ધર્મને નૈતિક વિકાસની પ્રક્રિયાને બદલે સંખ્યાઓની રાજકીય રમતમાં ફેરવી દીધો છે.

આવી જ એક કાળજું કંપાવનારી  ઘટના તામિલનાડુમાં પ્રકાશમાં આવી છે, કે જ્યાં ૧૭ વર્ષની લાવણ્યાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી. આઘાતજનક અને દુઃખદ, પરંતુ આ વાતમાં વધુ સ્તરો છે, દરેકે દરેક પહેલા કરતાં વધુ ભયાનક અને હૃદયને હચમચાવી નાંખે છે, તેમ છતાં મુખ્ય પ્રવાહના મીડિયા આવાં વૃતાંતોનો ઢાંકપિછોડો કરવામાં કોઈ કસર છોડતા નથી. ૪૪ સેકન્ડના વ્યાપકપણે પ્રસારિત થયેલા સગીરાના વિડિયોમાં, તે તેની ઉત્પીડન અંગેની વિચલિત કરનારી આંતરદૃષ્ટિ વર્ણવતી જોવા મળે છે. તેણીની મજલનું વર્ણન, કોઈક માનવતામાં વિશ્વાસ ગુમાવી દે તેવું છે.લાવણ્યા, તંજાવુરમાં માઈકલપટ્ટીની ‘સેક્રેડ હાર્ટ્સ હાયર સેકન્ડરી સ્કૂલ’માં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી, તે ‘સેન્ટ માઈકલ ગર્લ્સ હોમ’ નામના બોર્ડિંગ હાઉસમાં રહેતી હતી. એક નન, રાકલ મેરી પર પીડિતાના પરિવારને તેના ધર્મને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવા માટે સમજાવવાનો આરોપ લગાવતી લાવણ્યાને જોઈ શકાય છે. તેણીએ વિગતવાર જણાવ્યું કે ઘણી વખત તેને ધમકાવવામાં આવી, પોંગલ તહેવાર માટે રજા મંજૂર ન કરવામાં આવી, સત્તાવાળાઓએ તેણીને હોસ્ટેલ માટે હિસાબ કરવા દબાણ કર્યું. ભયાનકતા અહીંથી અટકતી નથી, વોર્ડન સાકાયામ્રીએ સંડાશ બાથરૂમ સહિત આખું પરિસર સાફ કરવા માટે લાવણ્યા ઉપર બળજબરી કરી. સતત હેરાનગતિ અને ત્રાસથી સગીરાએ શાળાના બગીચામાં વપરાતી જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં છેવટે તે મૃત્યુ પામી. સ્તબ્ધ કરનારી વાત એ છે કે, સગીરનાં માતા-પિતાને ૯ જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કર્યાના એક દિવસ પછી જ જાણ કરવામાં આવી હતી જ્યારે બાળકી મૃત્યુ પથારીએ હતી.

મુખ્ય પ્રવાહના માધ્યમો અને ખુરશીબેઠા આંદોલનકારીઓ કે જેઓ ખોટાં વૃતાંતોને મજબૂત કરવામાં, વાસ્તવિકતાઓનો ઢાંકપિછોડો કરવામાં નિષ્ણાત છે તેઓ લાવણ્યાના કેસમાં ધર્માંતરણના ખૂણાને સુવિધાપૂર્વક ટાળી રહ્યા છે. પરંતુ આને સમજવા માટે, વ્યક્તિએ તેમની પસંદગીની ન્યૂઝ ચેનલ, વિચારધારા અને પસંદગીના ઝોક વિશે તેમની માન્યતાને છોડી દેવી પડશે. આ ‘પ્રતિષ્ઠિતો’ પસંદગીપૂર્વક આવા મુદ્દાઓ પર બાહ્યાડંબર કરે છે, જે પૂર્વ-કલ્પિત કથાના સમર્થનમાં ક્રોધાવેશમાં આવે છે, તેઓ આમ-આદમીના વ્યક્તિગત અધિકારોને નુકસાન પહોંચાડે છે. કોઈ પણ જોઇ શકશે કે આ ‘પ્રતિષ્ઠિતો’ને કથિત હિંદુ છત્ર તરફ નારાજગીની ઉત્કંઠા હશે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ અને લવ જેહાદના મુદ્દાઓને નજરઅંદાજ કરીને તેને એક કાવતરાની થિયરી ગણાવશે. ડાબેરી ઝોક ધરાવતો બુદ્ધિજીવી વર્ગ જે છેવટે દંભી જૂઠાણાંને આશરે જાય છે, એ પોતાનાં તુષ્ટીકરણની રાજનીતિ અને ચયનિત ક્રોધાવેશ દ્વારા પોતાની જાતને અને અવિકસિત માનસિકતાને ખુલ્લી પાડે છે. આ કાયરતાપૂર્ણ કૃત્યો તેમના પોતાનાં બનાવટી વૃતાંત બનાવવા માટે માત્ર એક બૌદ્ધિક સમાધાન નથી, પરંતુ તેઓ જે સિદ્ધાંતોનું પાલન કરવાનો દાવો કરે છે તેના માટે દૂષિત કલંક પણ છે.

પરંતુ ભૂલો નહીં, લાવણ્યા નાયક છે, બિરસા મુંડાથી ઓછી પણ નહીં – યુવાન આદિવાસી નાયક કે જેને કપટથી બાપ્તિસ્મા દેવડાવ્યું હતું અને શાળામાં તે “બિરસા ડેવિડ” તરીકે ઉછર્યો હતો પરંતુ મોટા થયા પછી, તેનું નામ બતાવ્યું અને સામ્રાજ્ય સરકાર દ્વારા આશ્રય પામતાં ચર્ચ અને જમીનમાલિકો સામે ઉભા થયા. ભારતમાં ચર્ચો દ્વારા આદિવાસી લોકો પરના જુલમનો આ ઇતિહાસ છે. તેણીએ પણ, તેને પડેલી તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો હોવા છતાં, તેણીની હિંદુ ઓળખને છોડી દેવાનો અને અબ્રાહમિક ધર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બિરસાના મૃત્યુના લગભગ એકસો વીસ વર્ષ પછી, શું આપણે એક રાષ્ટ્ર તરીકે આજે પણ ધર્માંતરણ – કોયડો સમજી શક્યા છીએ?

હકીકતમાં, ચેન્નાઈ સ્થિતિ એક થિંક-ટેન્ક, ‘સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ’ દ્વારા ૨૦૧૬માં બહાર પાડવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમિલનાડુ એ ખ્રિસ્તી ધર્મના વિકાસ માટે ભારતમાં સૌથી અનુકૂળ રાજ્ય છે. કન્યાકુમારી જિલ્લામાં ખ્રિસ્તીઓની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે, જ્યાં વસ્તીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો ૧૯૨૧માં ૩૦.૭ ટકાથી વધીને ૧૯૫૧માં ૩૪.૭ ટકા થયો હતો અને ત્યારથી તે વધીને ૪૬.૮ ટકા થયો છે. હિંદુઓની વસ્તી જે ૧૯૫૧માં રાજ્યની વસ્તીના ૯૦.૪૭ ટકા હતી તે ૨૦૧૧ સુધીમાં ઘટીને ૮૭.૫૮ ટકા થઈ ગઈ છે. તે જાણીતું છે કે ૧૯મી સદીની શરૂઆતથી, કન્યાકુમારીને અડીને આવેલા પ્રદેશોમાં હિન્દુ-ખ્રિસ્તી કોમી તણાવ હતો. ખ્રિસ્તી વસ્તીમાં વધારાનું શ્રેય પેન્ટેકોસ્ટલ્સ ખ્રિસ્તી જૂથો જેવાં મિશનરીઓની પ્રચંડ આક્રમક ધર્માંતરણ પ્રવૃત્તિઓને અપાય છે. આ જૂથો તેમની ધર્મ પરિવર્તન પ્રવૃત્તિઓ માટે વિદેશી નાણાંનો ઉપયોગ કરે છે, અને જાહેર પરિવહનમાં, હિંદુ મેળાવડામાં ખ્રિસ્તી સાહિત્યનું વિતરણ કરે છે અને હિંદુ ઘરોની દિવાલો પર ‘ઈસુ આવે છે’ ચિત્રિત કરે છે. હિંદુ પુનરુત્થાનવાદી સંગઠનો વિરુદ્ધ રાજ્ય સત્તાવાળાઓ દ્વારા રાજકીય રક્ષણ વડે આવી આક્રમકતા નિઃશંકપણે પ્રાપ્ત થાય છે. ૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ મદ્રાસ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ધર્મના સંદર્ભમાં તમિલનાડુના કન્યાકુમારીની વસ્તી વિષયક રૂપરેખામાં ઉલટું જોવા મળ્યું છે, અને ૨૦૧૧ની વસ્તી ગણતરી અન્યથા સૂચવે છે તેમ છતાં ૧૯૮૦ થી હિંદુઓ જિલ્લામાં લઘુમતી બની ગયા છે.

જસ્ટિસ જી આર સ્વામીનાથનની હાઈકોર્ટની બેન્ચે કેથોલિક પાદરી પી જ્યોર્જ પોનૈયા દ્વારા કન્યાકુમારી જિલ્લાના ગામ અરુમનાઈમાં આયોજિત સભામાં હિંદુ ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાવવા બદલ તેમની સામે દાખલ કરાયેલ દ્વેષપૂર્ણ ભાષણના કેસને રદ કરવાની માંગ કરતી અરજી પર આપેલા આદેશમાં આ અવલોકન કર્યું હતું એવો અહેવાલ બાર અને બેન્ચે આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, “ધર્મના સંદર્ભમાં કન્યાકુમારીની વસ્તી વિષયક રૂપરેખામાં ઊલટું જોવા મળ્યું છે. ૧૯૮૦ થી હિંદુઓ જિલ્લામાં લઘુમતી બની ગયા છે. જોકે ૨૦૧૧ની વસ્તી ગણતરી એવી છાપ આપે છે કે હિંદુઓ સૌથી મોટો ધાર્મિક સમૂહ છે અને તેમની સંખ્યા ૪૮.૫ ટકા છે, પરંતુ તે ગણતરી કદાચ જમીની વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરતી નથી”.

કોર્ટે તેના આદેશમાં વધુમાં ઉમેર્યું હતું કે, “કોઈ પણ એ હકીકતની ન્યાયિક નોંધ લઈ શકે છે કે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના હિંદુઓ, ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા હોવા છતાં અને તે ધર્મનો સ્વીકાર કરતા હોવા છતાં, અનામત મેળવવાના હેતુથી પોતાને રેકોર્ડ પર હિંદુ કહે છે”. આવી વ્યક્તિઓને ક્રિપ્ટો-ક્રિશ્ચિયન તરીકે ઓળખવામાં આવે છે એમ કોર્ટે ઉમેર્યું હતું.

(બાર અને બેન્ચના રિપોર્ટિંગમાંથી શબ્દશઃ ટાંકવામાં આવ્યું છે)

અન્ય રાજ્ય જે ખ્રિસ્તી મિશનરીઓ માટે સલામત સ્થળ પ્રદાન કરવાના હેતુથી શીર્ષસ્થ રહ્યું છે તે આંધ્ર પ્રદેશ રાજ્ય છે. ૨૦૨૧ માં, કેન્દ્રએ એક લેખિત જવાબમાં લોકસભાને જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયને આંધ્ર પ્રદેશમાં ૧૮ એનજીઓ વિરુદ્ધ “ક્રિશ્ચિયન ધર્મમાં રૂપાંતર કરવામાં તેમની કથિત સંડોવણી અંગે” ફરિયાદો મળી હતી. ૨૦૦૪ માં વાયએસઆરની કોંગ્રેસ સરકારના આગમન સાથે આંધ્રપ્રદેશના રાજ્ય અધિકૃત ખ્રિસ્તીકરણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો, અને વાયએસ જગનની વર્તમાન સરકાર હેઠળ ત્યારથી તે માત્ર વધ્યું છે. જગનની સરકારે રાજ્યના ૩૦,૦૦૦ જેટલા પાદરીઓને નાણાકીય મદદ મંજૂર કરી. તુષ્ટીકરણ અહીં અટકતું નથી, રાજ્યે જેરુસલેમ અને અન્ય દસ મહત્વના સ્થળોની મુલાકાત લેતા ખ્રિસ્તી યાત્રાળુઓને નાણાંકીય સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. વધુમાં, ધર્માંતરણ કરનારાઓને તેમની નવી ધર્મનિષ્ઠા છુપાવવા અને અસંખ્ય સરકારી હોદ્દાઓ પર તેમના અનામતના લાભો મેળવવા માટે સમજાવવામાં આવે છે. ધોળા દિવસની આ ઉઘાડી લૂંટનો અંત આવવો જોઈએ.

આ મુદ્દા પર, આપણે નીચેના સૂચકાંકોની તપાસ કરવી જોઈએ:

૧. કોન્વેન્ટ શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓને પ્રતિસાર/મહેંદી અથવા તિલક પહેરવાથી તેઓને હિંદુ પ્રતીકો તરીકે ઓળખવાથી નામંજૂર કરે છે પરંતુ વિદ્યાર્થીઓને બાઇબલની કલમો વાંચવા પ્રોત્સાહિત કરે છે.

૨. સ્વ-ઘોષિત બિન-અનુયાયીઓ જેઓ ભારતીય લઘુમતીઓ પરના અન્યાયનો ઉલ્લેખ ઊંચા અવાજમાં  કરે છે, જ્યારે શાંત બહુમતી પર લાદવામાં આવતા તે જ મુદ્દાઓને હંમેશા ધ્યાન આપ્યા વિના છોડી દે છે.

૩. જેમના માટે હિંદુ હિતમાં કામ કરતા હોવાનું મનાય છે તે “હિંદુ” પક્ષોની આ ગંભીર સમસ્યા પર ન્યૂનતમથી શૂન્ય પ્રતિક્રિયા છે અને પીડિતના પરિવારને કોઈ નક્કર સમર્થન આપવામાં નિષ્ફળ ગયા છે.

૪. જ્યાં સુધી તેમના સ્વભાવથી જ વટાળ પ્રવૃત્તિ કરતા હિંસક અબ્રાહમિક ધર્મો તરફથી આક્રમકતા છે, શું હિંદુઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બૌદ્ધિક અને રાજકીય પ્રતિભાવ ન આપવો જોઈએ?

આ વિષય પર મો.ક.ગાંધીના શબ્દોમાંથી પ્રેરણા લેવી જોઈએ, જેમણે કહ્યું હતું, “જો મારી પાસે સત્તા હોત અને હું કાયદો બનાવી શકતો હોત, તો મારે ચોક્કસપણે તમામ ધર્મ પરિવર્તન બંધ કરવું જોઈએ. હિંદુ પરિવારો માટે, મિશનરીના આગમનનો અર્થ છે પરિવારમાં વિક્ષેપ, જે પહેરવેશ, રીતભાત, ભાષા, ખાણી-પીણીમાં ફેરફારને પગલે આવે છે.” સરકારે પહેલાંથી જ પૂરતું ગાજર લટકાવી દીધું છે, આ દેશ હવે લાઠીઓ માંગે છે, અને તેની સાથે માંગે છે, શાંત બહુમતી માટે ન્યાય કે જે લાવણ્યા જેવા એક તેજસ્વી અને યુવાન આત્માને ગુમાવવાનું અપમાન સહન કરે છે. સૌથી અગત્યનું, લાવણ્યા અને બિરસા મુંડા જેવા નાયકોને યાદ કરવા માટે, ભારતે તાત્કાલિક એક ખરડો પસાર કરવાની અને બળજબરીથી અને કપટપૂર્ણ ધર્મ પરિવર્તન સામે કઠોરતાથી કાયદો ઘડવાની જરૂર છે.

Tags:

christiansConversionLavanyamissionaries

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ !
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT