રશિયા-યુક્રેન ટેન્શન
યુકેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને આજે ભારતીય વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ રોમાનિયાના બુકારેસ્ટ અને હંગેરીના બુડાપેસ્ટથી ગાઝિયાબાદના હિંડોન એર બેઝ પર પહોંચ્યાં હતાં . કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે C-17 માં પાછા આવેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ C-17 વિમાનોમાં 210 ભારતીયો પરત ફર્યા છે.રશિયાના હુમલા વચ્ચે ઘણા ભારતીય નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે ‘OPERATON GANGA’ હેઠળ 80 ફ્લાઈટ્સ તૈનાત કરી છે. સૂત્રોએ ANIને જણાવ્યું હતું કે સરકારે મિશનની દેખરેખ માટે બે ડઝનથી વધુ મંત્રીઓને પણ જોડ્યા છે.
#WATCH | Two C-17 Indian Air Force aircraft, carrying 210 Indian passengers each from #Ukraine, lands at their home base in Hindan near Delhi from Bucharest (Romania) & Budapest (Hungary).
MoS Defence Ajay Bhatt receives the students.#OperationGanga pic.twitter.com/WYolmwtOVi
— ANI (@ANI) March 4, 2022
સૂત્રોએ ANIને જણાવ્યું કે સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે બચાવ કામગીરી OPERATON GANGA ઝડપી બનાવી છે. વધુમાં વધુ ભારતીયોને લાવવા માટે C-17 ફ્લાઇટના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. 10 માર્ચ સુધીમાં, ફસાયેલા ભારતીયોને બચાવવા માટે મિશનમાં કુલ 80 ફ્લાઇટ્સ તૈનાત કરવાની યોજના છે. આ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, ગો એર અને એરફોર્સની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી 35 સ્થળાંતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એર ઈન્ડિયાની 14 ફ્લાઈટ્સ, એર ઈન્ડિયા એક્સપ્રેસની 8, ઈન્ડિગોની 7, સ્પાઈસ જેટની 1, વિસ્તારાની 3 અને ભારતીય વાયુસેનાની 2 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી કુલ OPERATON GANGAની 28 ફ્લાઈટ્સ ઉડાન ભરવા જઈ રહી છે. આ 28માંથી 15 ફ્લાઈટ્સ ગો એરની, 9 ઈન્ડિગોની, 2 એર ઈન્ડિયાની, 1 ઈન્ડિયન એરફોર્સની અને 1 સ્પાઈસ જેટની છે. પોલેન્ડના રેઝેજોથી કુલ નવ ફ્લાઈટ્સ નિર્ધારિત છે, જેમાં ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ અને ઈન્ડિયન એરફોર્સની 1 ફ્લાઈટનો સમાવેશ થાય છે, જ્યારે 5 ફ્લાઈટ્સ સુસેવા, રોમાનિયા અને 3 ફ્લાઈટ્સ કોસિસિસ, સ્લોવાકિયાથી ઉપડશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આ 80 ફ્લાઇટ્સ પર લગભગ 17,000 ફસાયેલા ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવશે, જે બુડાપેસ્ટ, બુકારેસ્ટ અને રઝેજો, સુસેવા અને કોસીસથી ઉપડવાની છે.
આપ આ પણ વાંચી શકો છોઃ-Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ માટે રૂ.1991 કરોડ-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-DGVCLના જુનિયર ઇજનેરે લગ્ન ની લાલચે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.