એેશ્વર્યા તથા અમિતાભ
અમુક સેલેબ્રિટી અને તેમનું સ્ટેટસ એટલી હદે ઉચ્ચ કક્ષાનું હોય છે કે વિવાદ સાથે તેમને કોઈ લેવાદેવા નથી હોતો ત્યારે ઘણા એવા પણ હોય છે જેમનો વિવાદ પીછો છોડવાનું નામ નથી લેતો એવામાં પનામા પેપર્સ લીક કેસને લઈ ઘણા બધા કલાકારો, રાજકીય નેતાઓની ઉંધ હરામ થઈ ગઈ છે. ત્યારે બચ્ચન પરિવાર પણ ખાસ ચર્ચામાં જોવા મળી રહ્યો છે.
હવે વાત જો મુખ્ય કલાકારોની કરવામાં આવે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પનામા પેપર્સ લીક કેસમાં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવ્યું છે. ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય FEMA હેઠળ આપવામાં આવેલી નોટિસ પર આજે ED સમક્ષ હાજર નહીં થાય. આ માટે તેણે ED હેડક્વાર્ટરને પત્ર લખ્યો છે. ED એ ઐશ્વર્યા રાયને FEMA હેઠળ નોટિસ જારી કરી હતી અને પૂછપરછ માટે દિલ્હી હેડક્વાર્ટર બોલાવી હતી.
પરંતુ ઐશ્વર્યા રાયે EDને પત્ર લખીને જણાવ્યું છે કે તે હાજર થઈ શકશે નહીં. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નવી નોટિસ બહાર પાડશે.એજન્સી ANI અનુસાર, EDએ આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2022 હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. હવે જોવાનું રહેશે કે કેટલા દિવસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે.
આ પહેલા પણ બે વખત ઐશ્વર્યા રાય ED સમક્ષ હાજર થવા માટે અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.પનામા પેપર્સ લીક કેસમાં એક કંપની મોસાક ફોન્સેકા (Mossack Fonseca)ના કાનૂની દસ્તાવેજો લીક થયા હતા.
વિદેશી બેંકોમાં 424 ભારતીયોના ખાતા હોવાનું બહાર આવ્યું હતું. તેમાં કેટલાક રાજકારણીઓ તેમજ ફિલ્મ સ્ટાર્સના નામ હતા. આમાં ઐશ્વર્યા (aishwarya rai bachchan) ઉપરાંત અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અજય દેવગન (Ajay Devgan)નું નામ પણ સામેલ હતું.આમાં દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે, ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઈકબાલ મિર્ચીના નામ પણ સામેલ હતા. કહેવાતા સેલિબ્રિટીઓ તથા ઉચ્ચ કક્ષાના આ કલાકારો જ્યારે પનામાની વાત આવે ત્યારે મિડીયાથી ભાગતા ફરે છે ત્યારે કેટલા સમયની અંદર આ કેસમાં સ્પષ્ટતા આવે છે તે જોવું રહ્યું.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.