પેટ્રોલ ડિઝલ
ઝારખંડમાં Petrol અને Diesel નવા વર્ષથી 25 રૂપિયા સસ્તુ થશે. વિશ્વાસ નથી આવતોને, જી હાં આ બિલકુલ સાચી વાત છે. રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેને આ જાહેરાત કરી છે. પણ આ સસ્તા પેટ્રોલનો લાભ બીપીએલ કાર્ડધારકોને મળશે. જે રીતે ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન Petrol અને Diesel પર વેટના દરમાં સતત ઘટાડો કરવાની માંગ કરતું હતું તે માંગને હવે એક દિશા મળી છે. એસોસિયેશન પણ સરકાર પાસે પેટ્રોલ પર પાંચ ટકા વેટ ઘટાડવાની માંગ કરતું હતું. ટુંકમાં ઝારખંડવાસીઓ માટે તો ચોક્કસથી કહી શકાય કે સારા દિવસો સરકાર લાવી રહી છે. – Petrol અને Diesel
એસોસિયેશનનું વારંવાર કહેવું હતું કે જો સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટનો દર 22 ટકાથી ઘટાડીને 17 ટકા કરી દે તો લોકોને ઘણી રાહત મળશે. એસોસિયેશનનું કહેવું હતું કે ઝારખંડના પડોશી રાજ્ય ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. તેથી ઝારખંડમાં ચાલતા વાહનો પડોશી રાજ્યમાં ડીઝલ ભરાવી રહ્યા છે. તેના લીધે તેમને નુકસાન થઈ રહ્યું છે. જો કે હવે રાહતના સમાચાર કહી શકાય. આમ એક મોટું ઉદાહરણ અહિની સરકારે પુરૂ પાડ્યું છે.ઝારખંડમાં 1,300 થી પણ વધારે પેટ્રોલ પમ્પ છે. તેની સાથે સીધી રીતે 2.50 લાખ કુટુંબોની આજીવિકા જોડાયેલી છે. વેટના ઊંચા દરના લીધે કારોબાર પ્રભાવિત થઈ રહ્યો છે. પણ અચાનક આ પ્રકારની વાતને સકારાત્મક પ્રતિભાવ સરકાર તરફથી મળતા સામાન્ય નાગરિકો માટે એક મોટી આશાનું કિરણ છે.
જે રીતે શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના પછી દિવાળીના પ્રસંગે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ-ડીઝલ પર લાગતી એકસાઇઝ ડયુટીમાં પાંચથી દસ રૃપિયાનો ઘટાડો કર્યો હતો. તેના પછી સમગ્ર દેશમાં તેલની કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો. બિહાર, યુપી, ત્રિપુરા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત જુદાં-જુદા રાજ્યોએ પોતાને પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટમાં ઘટાડો કર્યો હતો. તેના પછી કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢે પણ વેટ ઘટાડયો હતો. દિલ્હીમાં તાજેતરમાં કેજરીવાલ સરકારે પણ વેટ ઘટાડયો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં ક્યા-ક્યા રાજ્યની સરકાર આ સારા પગલાને અનુસરે છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.