નવી દિલ્હીઃ ચીન બોર્ડર પર થયેલી હિંસા બાદથી ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ચાલી રહેલું વાકયુદ્ધ વધારે વેગીલું બની ગયું છે. કેમ કે, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય તરફથી કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીના લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ મળી છે. પ્રિયંકાને પહેલી ઓગસ્ટ સુધીમાં આ બંગલો ખાલી કરવો પડશે. કોંગ્રેસ આ મામલાને વ્યક્તિગત હુમલો ગણાવે છે.
હકીકતમાં, ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં SPG સુરક્ષાને લઈને રિવ્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી પરિવારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અપાયેલું SPG સુરક્ષાનું કવચ હટાવી દેવાનો નિર્ણય કરાયો હતો. કોંગ્રેસ પાર્ટીના આ ત્રણ શિર્ષસ્થ નેતાઓની પાસે હવે Z પ્લસ સુરક્ષા છે અને તે પણ CRPFની સાથે.
એસસપીજી સુરક્ષાના કારણે પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટમાં એક સરકારી બંગલો એલોટ કરાયો હતો. જે હવે શહેરી વિકાસ મંત્રાલય ખાલી કરવા કહી રહ્યું છે. નોટીસમાં એવું પણ કહ્યું છે કે, જો પહેલી ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી નહિ કરવામાં આવે તો વધારાનું ભાડું ચૂકવવું પડશે. ન્યૂઝ એજન્સીના એહવાલ પ્રમાણે પ્રિયંકા ગાંધી વાડ્રાને 21 ફેબ્રુઆરી, 1997માં લોધી રોડ સ્થિત બંગલો એલોટ કરવામાં આવ્યો હતો.
તેમની પાસે ત્યારથી લઈને ગયા વર્ષ સુધી SPG સુરક્ષા કવચ હતું, જેને બદલીને Z પ્લસ કરી દેવાયું અને ઝેડ પ્લસ સુરક્ષા કવચમાં બંગલો નથી મળતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી વાડ્રા આ બંગલા માટે પ્રતિ માસ 37 હજાર રૂપિયા ભાડું ચૂકવતા હતા. બંગલો ખાલી કર્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા લખનઉ શિફ્ટ થાય એવા અહેવાલો પણ સાંપડી રહ્યા છે. કેમ કે, 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. એવામાં કોંગ્રેસ અત્યારથી જ તેની તૈયારીમાં લાગી ગયું છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.