379 દિવસ બાદ આંદોલનનો અંત
379 days ખેડૂતો દ્વારા છેલ્લાં 379 દિવસથી ચાલી રહેલા આંદોલનનો ગુરૂવારે હાલ પુરતો અંત આવ્યો હતો. ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધમાં દેશભરના ખેડૂતો દ્વારા આંદોલન કરાઈ રહ્યું હતું. જેમાં 19મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ત્રણે કૃષિ કાયદા રદ્દ કરવાની જાહેરાત અને ત્યારબાદ 29મી નવેમ્બરે સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે સંસદના બન્ને ગૃહોમાં આ ત્રણ કૃષિ કાયદા રદ્દ કરતાં વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ત્રણ કૃષિ કાયદા રદ્દ કરતા વિધેયકને સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મારી હતી. 379 days
જોકે, આ કાયદા રદ્દ કર્યા બાદ પણ ખેડૂતો તેમની અન્ય માગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા હતા. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે લેખિતમાં ખેડૂતોની માગણીઓ સંદર્ભે લેખિતમાં બાંહેધરી અપાયા બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન હાલ પુરતું સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો. અને જેના ભાગરૂપે દિલ્હીની આસપાસની વિવિધ બોર્ડર પરથી ખેડૂતો દ્વારા ઊભા કરાયેલા ટેન્ટ તેમ જ અન્ય વસ્તુઓ શુક્રવારથી ખસેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હરિયાણા જિલ્લાની બેહરોદ-લંગર શાહજહાંપુર બોર્ડર પર ખેડૂતો દ્વારા તેમના ટેન્ટ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. તો બીજી બાજુ પોલીસે પણ બેરિકેડ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે જોવાનું તો એ રહેશે કે આ શાંતિનો સાચો લાભ કોણ આગામી સમયમાં લઈ શકે છે
આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે અને સરકાર લોકશાહી પ્રમાણે ચાલે છે ત્યારે સરકાર અને ખેડુતો વચ્ચે સમન્વય થવું તથા યોગ્ય રીતે સંકલન થવું ખુબ જ જરૂરી છે. એક બાજુ ખેડુતો સત્તત અનેક સ્તર પર સંઘર્ષ કરી રહ્યા છે બીજી બાજુ આટલી મોટી વસ્તી અને તેની તમામ માંગોને પુરી કરવું સરકાર માટે પણ વાસ્તવિકતાના ધોરણે શક્ય નથી હોતું તેવામાં ક્યારે અને કેવી રીતે સરકાર અને ખેડુતો વચ્ચે સંકલન બેસે છે તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ તો કહી શકાય કે આ આંદોલન પુર્ણ થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.