સુશાંત સિંહ રાજપૂત મોત કેસ મામલે મહારાષ્ટ્ર સરકાર અને બૉલીવુડ અભિનેત્રી કંગના રનોત સામ સામે આવી જતા રાજકારણ ગરમાયુ છે ત્યારે બીજી તરફ સુરતના યુવાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને કુરિયરથી લિપિસ્ટિક મોકલી વધુ રાજકારણ ગરમાવ્યું છે.
હલમાં જે રીતે શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા કંગના રનૌતની ઓફિસ અને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ શિવસેનાના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવી પૂર્વ નેવી ઓફિસર પર હુમલો કર્યો હતો. આ બંન્ને ઘટનાને લઈ આજે સમગ્ર દેશમાં શિવસેના સામે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં કોચિંગ ક્લાસ ચલાવતા યુવરાજ પોખરણ નામના યુવકે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મુંબઈમાં પૂર્વ નેવી ઓફિસર ઉપર થયેલા જીવલેણ હુમલાના કારણે રોષે ભરાઈ માતોશ્રી આવાસ ખાતે તેણે લિપસ્ટિક મોકલી છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.