રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે પોતાની બાકી રહેલા ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસે રિસોર્ટ રાજનિતી શરૂ કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતના 21થી વધુ ધારાસભ્ય રાજસ્થાનની બોર્ડર પર આવેલા એક રિસોર્ટ પર પહોંચ્યા છે.અંબાજીથી 10 કિલોમીટર દુર આવેલા વિન્ડ વાઈન્ડસ રિસોર્ટમાં ગુજરાતના 21 ધારાસભ્યોને પહોંચવાનો હાઈ કમાન્ડે આદેશ આપ્યો છે આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર નિશાનો સાધ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપતા જવણાવ્યું હતું કે કોરોનામાં લોકોની મદદ કરવાની હોય ત્યારે સરકાર અને સરકારનું આખું તંત્ર લોકપ્રતિનિધિઓને ખરીદવામાં અને ધમકાવામાં વય્સ્ત છે એવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા મળ્યા છે અને બધા ચર્ચા કરીને આગળના સમયની રણનીતિ પણ નક્કી કરશે અને સાથે સાથે અમારા બંને ઉમેદવારને વિજય બનવાનું આયોજન પણ કરવામાં આવશે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.