પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ હાર સ્વીકારી હતી. ચન્નીએ એક ટ્વિટમાં, “લોકોના ચુકાદાને સ્વીકાર્યો” અને AAPને અભિનંદન આપ્યા.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ હાર સ્વીકારી હતી. ચન્નીએ એક ટ્વિટમાં, “લોકોના ચુકાદાને સ્વીકાર્યો” અને AAPને અભિનંદન આપ્યા.– GUJARAT NEWS LIVE
તેમણે કહ્યું, “હું પંજાબના લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું અને AAP અને તેમના ચૂંટાયેલા સીએમ ભગવંત માન જીને જીત માટે અભિનંદન આપું છું. મને આશા છે કે તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.”– GUJARAT NEWS LIVE
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ જાહેરમાં પોતાની પાર્ટીની હારનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જનતાનો અવાજ ભગવાનનો અવાજ છે. તેમણે આમ આદમી પાર્ટીને પણ જીત માટે અભિનંદન પાઠવ્યા છે.– GUJARAT NEWS LIVE
I humbly accept the verdict of the people of Punjab and Congratulate @AamAadmiParty and their elected CM @BhagwantMann Ji for the victory. I hope they will deliver on the expections of people.
— Charanjit Singh Channi (@CHARANJITCHANNI) March 10, 2022
પંજાબમાં આમ આદમી પાર્ટી 117માંથી 91 સીટો પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધી પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પોતાની જીત સાથે પંજાબમાં સરકાર બનાવવાના દાવા કરતા હતા. અગાઉ, તેમણે કેપ્ટન અમરિંદરની સરકાર બદલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકાર બદલ્યા બાદ તેમણે કેપ્ટન અમરિંદર સિંહ પર ઘણા આરોપો લગાવ્યા હતા.– GUJARAT NEWS LIVE
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો છે. પંજાબના ઈતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટી 90 સીટો જીતતી જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી 17 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 60 બેઠકો ગુમાવી રહી છે.GUJARAT NEWS LIVE
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. સત્તા અને વિપક્ષના તમામ મોટા ચહેરા ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે. પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ અને શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ ખરાબ રીતે પાછળ છે.GUJARAT NEWS LIVE
આ પણ વાંચો- Arvind Kejriwal on Punjab Assembly Election માં AAPની જીત બાદ અરવિંદ કેજરીવાલે બેઠક યોજી-India News Gujart
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.