IPL 2022- હાર્દિક પંડ્યાએ શરૂ કરી IPLની તૈયારી, ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો-India News Gujarat
- મહત્વનું છે કે ગુજરાતની(Gujarat Titans) જર્સી લોન્ચમાં પત્રકાર દ્વારા પુછવામાં આવેલ તેની ફિટનેસ અને આગામી લીગમાં બોલિંગ કરવાને લઇને પુછવામાં આવેલ પ્રશ્નનો જવાબ દેતા કહ્યું હતું કે, તે સરપ્રાઇઝ છે અને તેને સરપ્રાઇઝ રહેવા દો.
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનની શરૂઆત પહેલા, નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જોડાયો છે.
- હાર્દિક ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ બાદથી મેદાનથી દૂર છે અને હવે તે પોતાની ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો છે.
NCA માં થોડા દિવસો વિતાવ્યા બાદ હાર્દિક ફરીથી તેની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે.
NCA કેમ્પ (IPL 2022)
- ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે NCA માં આ કેમ્પ લગાવ્યો છે.
- આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ સાથે, દ્રવિડ તેના કોઈપણ મુખ્ય ખેલાડીને ઈજાના કારણે ચૂકી ન જાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.
- દ્રવિડ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આઈપીએલમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે.
- ગુજરાતના એક સૂત્રએ જણાવ્યું કે, “હાર્દિક બેંગ્લોર ગયો છે.
- તે થોડા દિવસ NCA માં રહેશે અને ત્યાર બાદ તે અમદાવાદ પાછો આવશે અને ક્વોરેન્ટાઈન પૂર્ણ કરશે.
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કપ્તાની કરશે (IPL 2022)
- ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાલમાં જ ટીમે આ સિઝન માટે જર્સી પણ લોન્ચ કરી દીધી છે.
- ગુજરાતની ટીમમાં હાર્દિક ઉપરાંત રાશિદ ખાન, મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન જેવા દિગ્ગજ ખેલાડીઓ છે.
- લીગ શરૂ થાય તે પહેલા જ ઇંગ્લિશ ઓપનર જેસન રોયે લીગમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો અને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો.
- ગુજરાતે જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- જેસન રોયે આ મહિનાની શરૂઆતમાં અંગત કારણોસર લીગમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતું.
- ત્યાર બાદ ગુજરાતે તેના સ્થાને અફઘાનિસ્તાનના યુવા વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને સાઈન કર્યો છે. ગુજરાતની ટીમમાં ગુરબાઝ ઉપરાંત મેથ્યુ વેડ અને રિદ્ધિમાન સાહા અન્ય બે વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં છે.
તમે પણ આ વાંચી શકો છો –
જેસન રોય IPLમાંથી ખસી ગયો-IPL2022-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો –
DC Schedule IPL 2022- દિલ્હી કેપિટલ્સનું સંપૂર્ણ સમયપત્રક-India News Gujarat
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.