8th class student commits suicide in Surat: સુરતમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની આત્મહત્યાના પડઘા શમ્યા નથી ત્યાં કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે. ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. INDIA NEWS GUJARAT
આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. સગીરાએ પોતે સ્યુસાઇડ નોટમાં આ વાત લખી છે. 15 વર્ષીય સગીરાની આત્મહત્યાના ચાર દિવસ પછી કુટુંબીજનોને સ્યુસાઇડ નોટ મળી છે. મૃતકના કુટુંબીજનોએ સગીરાની સ્યુસાઇડ નોટ પોલીસને સોંપી છે. પોલીસે સગીરાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને જામનગર મોકલ્યો છે. દરમ્યાન પરિવારજનોને આ વિદ્યાર્થિનીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે. તે મને હંમેશાં ટોર્ચર કરતાં. ઘડી-ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા, પાસ નકામી કરી. હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું હોવાનું લખાણ સામે આવ્યું હતું. વિશ્વાના પિતા સવજી ગાભાભાઇ પરમાર સ્યૂસાઇડ નોટ લઇને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા. ગઇકાલે ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની લાશ બહાર કાઢવામાં આવી હતી અને ફોરેન્સિક પી.એમ. માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.