A candidate died of heart attack: સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. INDIA NEWS GUJARAT
વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને પડી ગયા હતા.ફરજ પરના ડૉ. ચિરાગ કટારીયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી હતી.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.