Vande Bharat: ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો – India News Gujarat
Vande Bharat: અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચે છે. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખૂલતા મુસાફરો સ્ટેશન પર ઊતરવા માટે પરેશાન બન્યા હતા.
અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો.વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા.
આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.27 દિવસ પહેલાં જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુર્ઘટના ટળતાં રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુન: ઓખા તરફ રવાના થઈ હતી. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને 20 દિવસ પહેલાં ઓખા સુધી લંબાવવામાં આવી છે.વંદે ભારત ટ્રેનને રખડતાં ઢોરને લઈ અકસ્માત થવાનો સિલસિલો સતત યથાવત્ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે ગણતરીના દિવસોમાં જ બે વખત ટ્રેનનો અકસ્માત થયો હતો. વંદે ભારત ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનનો ત્રણ વખત અકસ્માત થયો હતો.
6 ઓક્ટોબર, 2022ને ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે ભેંસ આવી ગઈ હતી. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી જતાં ટ્રેનના ચાલકે એને રોકવા પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં બન્ને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું.અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાયાના બીજા જ દિવસે 7 ઓક્ટોબર, 2022ને શુક્રવારે આણંદના કણજરી પાસે ગાય અથડાતાં અકસ્માત થયો હતો, જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સતત બે દિવસ પશુ વચ્ચે આવી જતાં વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. એ બાદ 29 ઓક્ટોબર, 2022ને શનિવારે વલસાડના અતુલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં બળદનું મોત થયું હતું. જ્યારે ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું.
બાદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતા તેનું મોત થયું હતું.આ ઉપરાંત 8 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીથી વારણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.