પાકિસ્તાનનું અર્થતંત્ર છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. નબળી આર્થિક વૃદ્ધિ, વધતું મહંગાઈ દર, વિદેશી ચલણનો અભાવ અને સતત વધતું જાહેર દેવું દેશ માટે મોટો પડકાર બન્યું છે. IMF અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળતા બેલઆઉટ પેકેજો તાત્કાલિક રાહત આપે છે, પરંતુ લાંબા ગાળે માળખાકીય સુધારા ન થાય ત્યાં સુધી સ્થિતિ સ્થિર થવાની શક્યતા ઓછી છે. સામાન્ય જનતા મોંઘવારી, બેરોજગારી અને જીવન ખર્ચના ભારથી પીડાઈ રહી છે.

ભ્રષ્ટાચાર અને સંસ્થાકીય ખામીઓ
IMFના તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાનમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી સંસ્થાઓ આર્થિક સ્થિરતાને સૌથી મોટો ફટકો પહોંચાડી રહી છે. સરકારી નીતિઓમાં પારદર્શિતાનો અભાવ, રાજકીય હસ્તક્ષેપ અને બિનઅસરકારક વહીવટના કારણે વિકાસ યોજનાઓનું યોગ્ય અમલીકરણ થતું નથી. પરિણામે દેશના સંસાધનોનો યોગ્ય ઉપયોગ થતો નથી અને ગરીબી ઘટાડવાના પ્રયાસો નિષ્ફળ જાય છે.
જાહેર દેવું સતત વધતું
આંકડાઓ દર્શાવે છે કે પાકિસ્તાનનું જાહેર દેવું આંતરિક અને બાહ્ય જવાબદારીઓ સાથે મળીને સેંકડો અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ વધતું દેવું સરકાર માટે મોટું બોજ બન્યું છે. કર્જના વ્યાજ ચૂકવવામાં જ મોટા ભાગનો બજેટ ખર્ચાઈ જાય છે, જેના કારણે આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ ઓછું થઈ રહ્યું છે. આ સ્થિતિ સામાન્ય નાગરિકોના ભવિષ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.
શાહી લગ્નો અને લોકચેતના
આ આર્થિક સંકટ વચ્ચે મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના લગ્ન પાકિસ્તાન ને બદલે સંપત્તિ પ્રદર્શન માટે લંડનમાં યોજાયો, ભવ્ય લગ્નો ચર્ચાનો કેન્દ્ર બન્યા. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ભારે ચર્ચા થઈ રહી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે દેશ IMFના કર્જમાં ડૂબેલો છે, ત્યારે સત્તાધારીઓ સાથે સંકળાયેલા પરિવારો આટલો વૈભવ કેવી રીતે માણી શકે?
મુખ્ય પ્રશ્નો જે લોકો ઉઠાવી રહ્યા છે:
- શું કર્જમાં ડૂબેલા દેશને આટલો વૈભવ પરવડે?
- શું આ ખર્ચમાં કરદાતાઓના પૈસાનો ઉપયોગ થયો છે?
- શું સત્તાધારીઓમાં સંવેદનશીલતાનો અભાવ દેખાઈ રહ્યો છે?
ડિઝાઇનર પોશાકો અને ખર્ચની ચર્ચા
મીડિયા રિપોર્ટ મુજબ, નવાઝ શરીફની પૌત્રી અને વહુ શાંઝે અલી રોહૈલે ભારતીય ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી અને તરુણ તહિલિયાનીના પોશાક પસંદ કર્યા હતા.
👰♀️ વધૂ – શાંઝે અલી રોહૈલ – (ઉદ્યોગપતિ અલી રોહૈલની પુત્રી, યુકેમાં બિઝનેસ અભ્યાસ, ફેશન અને બ્રાન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં રસ, પરિવાર વ્યવસાય સાથે સંકળાયેલી.)
- મેહંદી લેહંગા: સબ્યસાચી મુખર્જી – અંદાજે ૩ થી ૪ કરોડ PKR
- બારાત સાડી: તરુણ તહિલિયાની – અંદાજે ૧ થી ૨.૪ કરોડ PKR
- વલિમા લેહંગા: સબ્યસાચી મુખર્જી – અંદાજે ૭૦ લાખ થી ૧.૩ કરોડ PKR

🤵 વર – જુનૈદ સફદર અવાંન – (મરિયમ નવાઝના પુત્ર, યુકેમાંથી પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો)
- મેહંદી આઉટફિટ: ડિઝાઇનર HSY – અંદાજે ૫ લાખ પકર

👗 મરિયમ નવાઝ
- વિવિધ કાર્યક્રમોના ડ્રેસ: પાકિસ્તાની ડિઝાઇનર બ્રાન્ડ્સ – પ્રતિ ડ્રેસ ૧૩ થી ૧૭ લાખ PKR
- લક્ઝરી હેન્ડબેગ (ચર્ચિત): Valentino – આશરે ૯૦ લાખ PKR (અપુષ્ટ દાવો)
મીડિયા અહેવાલો અનુસાર, સમગ્ર લગ્ન સમારંભનો કુલ ખર્ચ આશરે 7,50,000 પાઉન્ડ હોવાનું કહેવામાં આવે છે, જોકે તેની અધિકૃત પુષ્ટિ થઈ નથી.
જ્યારે પાકિસ્તાન IMFના કર્જ, મોંઘવારી અને આર્થિક તાણમાં સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે સત્તાધારીઓના પરિવારો દ્વારા યોજાતા વૈભવી લગ્નો સામાન્ય જનતા માટે અસંતોષ અને રોષનું કારણ બની રહ્યા છે. જુનૈદ સફદરના લગ્ન માત્ર એક ખાનગી પ્રસંગ નથી, પરંતુ તે પાકિસ્તાનમાં આર્થિક અસમાનતા અને સત્તાધારીઓના વૈભવ વચ્ચે વધતી ખાઈનું પ્રતિબિંબ છે.
STORY BY: NIRAJ DESAI


