Live
Search
Home > राज्य > गुजरात > શ્યામજી કૃષ્ણ વર્મા: વિદેશી ક્રાંતિના પાયાનું સ્થાપક અને રાષ્ટ્રપ્રેમી યોદ્ધા

શ્યામજી કૃષ્ણ વર્મા: વિદેશી ક્રાંતિના પાયાનું સ્થાપક અને રાષ્ટ્રપ્રેમી યોદ્ધા

શ્યામજી માત્ર વિદેશી ક્રાંતિના નેતા નથી, પણ યુવાનો માટે પ્રેરણાનો પ્રકાશ સ્ત્રોત છે. તેમના જીવનમાંથી શીખવાનું મુખ્ય પાઠ એ છે કે ભૌતિક અવરોધો, દેશના બાહ્ય પરિસ્થિતિ અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ તન-મન-ધન દ્વારા રાષ્ટ્રસેવા કરવી શક્ય છે.

Written By: Rushikesh Varma
Last Updated: October 4, 2025 18:00:54 IST

૪ ઑક્ટોબર, ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ગામમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્મા ભારતીય સ્વદેશપ્રેમના શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાળપણથી જ તેમના મનમાં સંસ્કૃતિ, જ્ઞાન અને રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટતી રહી. મુંબઇમાં શ્યામજીના અભ્યાસકાળ દરમિયાન તેમણે પાણિનીના વ્યાકરણથી શંકરાચાર્યના ભાષ્યનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું, અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન અને વિચારોથી પ્રેરિત થઈને વિદેશ જવાની નિશ્ચયમય યાત્રા આરંભી. મહર્ષિ દયાનંદે તેમને કહ્યું, “બેટા! તું વિદેશ જઈને આપણી સંસ્કૃતિનું ત્યાંના લોકોને ભાન કરાવ.”

64

લંડનમાં પહોંચ્યા પછી, તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત પ્રોફેસર વિલિયમ મોનીયેરના સહાયક બન્યા. અહીં તેમણે સંસ્કૃત જ્ઞાનને આગળ વધાર્યું અને કાયદાના અભ્યાસ દ્વારા બેરિસ્ટર તરીકે કાયમી યોગદાન પૂરું પાડ્યું. સ્વદેશ પરત ફર્યા પછી લોકમાન્ય તિલક સાથે પરિચય થયો. તિલકે તેમને માર્ગદર્શન આપ્યું કે વિદેશમાં જઈને ભારતીય લોકોની પરિસ્થિતિ અને દેશભક્તિનો સંદેશ ફેલાવો.

WhatsApp Image 20251004 at 55253 PM

લંડનમાં તેઓએ ઇન્ડિયન સોશિયલોજિસ્ટ અખબાર શરૂ કર્યું અને ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરી. ઇન્ડિયા હાઉસ યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બની. અહીં વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધીંગરા સહિતના યુવાનોને શિષ્યવૃત્તિ મળી, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રહમાં મહત્વપૂર્ણ બન્યા. ઈન્ડિયા હાઉસે વિદેશી યુવાનોને દેશપ્રેમ અને રાષ્ટ્રચેતના પ્રબળ રીતે ભણાવી, જે બ્રિટિશ શાસનને અસ્વીકાર્ય લાગ્યું. મદનલાલ કર્જન વાયલીની હત્યાના પગલે બ્રિટિશ સરકારે આ કેન્દ્ર બંધ કરવું પડ્યું.

લંડન પછી શ્યામજી પેરિસ આવ્યા, જ્યાં ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ કામા સાથે તેમની મુલાકાત થઈ. પેરિસમાં તેઓએ ભારતની સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી રાખી અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની આગ ઉગાડી. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમને પેરિસ છોડવું પડ્યું અને જીનીવા જવું પડ્યું, જ્યાં તેમના જીવનના અંતિમ દિવસ વિત્યાં. આ અંતિમ સમય દરમિયાન તેમણે આંતરડાની ગંભીર બિમારી સાથે સંઘર્ષ કર્યો.

શ્યામજીનું જીવન તન-મન-ધન દ્વારા સ્વદેશ માટે સમર્પિત કરેલું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના વિદેશી કાર્ય, યુવાનોને માર્ગદર્શન અને રાષ્ટ્રપ્રેમે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રહને મજબૂત આધાર પૂરો પાડ્યો.

સ્વાતંત્ર્ય પછીની સ્મૃતિ અને માન્યતા

ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ, શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિષ્ઠા હંમેશા ઊંચી રહી. તેમના જીવન અને કાર્યોને યાદગાર બનાવવા માટે તેમની અસ્થીનું વિસર્જન ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. એમની સ્મૃતિમાં તેમના પિતૃગૃહ ગામ માંડવી, કચ્છ તથા લંડનમાં સ્થાપિત ઇન્ડિયા હાઉસને પ્રતિકાત્મક યાદગીરી તરીકે માનવામાં આવે છે. ઇન્ડિયા હાઉસ એ તે સ્થળ છે જ્યાં તેમણે યુવાનોને માર્ગદર્શન આપ્યું, રાષ્ટ્રપ્રેમ ભણવ્યું અને સ્વદેશ માટે અભ્યાસ અને કૌશલ્યનો વિકાસ કરાવ્યો.

WhatsApp Image 20251004 at 55252 PM

આ સ્મૃતિએ દર્શાવ્યું કે શ્યામજી માત્ર વિદેશી ક્રાંતિના નેતા નથી, પણ યુવાનો માટે પ્રેરણાનો પ્રકાશ સ્ત્રોત છે. તેમના જીવનમાંથી શીખવાનું મુખ્ય પાઠ એ છે કે ભૌતિક અવરોધો, દેશના બાહ્ય પરિસ્થિતિ અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ તન-મન-ધન દ્વારા રાષ્ટ્રસેવા કરવી શક્ય છે.

untitled17

માતૃભૂમિ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા શ્યામજી કૃષ્ણ વર્મા જેવા યોદ્ધાઓને ભારત હંમેશા શ્રદ્ધાંજલિ આપતું રહેશે. તેમના જીવન અને કાર્યની વારસો યુવાનોને આજે પણ સ્વદેશપ્રેમ, શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય ભાવના માટે પ્રેરણા આપે છે.

STORY BY: NIRAJ DESAI

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?