Live
Search
Home > राज्य > गुजरात > મહારાણી દુર્ગાવતી: વીરતા, સંસ્કૃતિ અને નારીશક્તિનો પ્રતીક

મહારાણી દુર્ગાવતી: વીરતા, સંસ્કૃતિ અને નારીશક્તિનો પ્રતીક

દુર્ગાવતીની કથા આપણને યાદ અપાવે છે કે સ્વાતંત્ર્ય, ન્યાય અને સમર્પણ માટેની લડાઈમાં શરણાગતિ ક્યારેય વિકલ્પ નથી, હિંમત અને સાહસ મહત્વપૂર્ણ છે.

Written By: Rushikesh Varma
Last Updated: October 5, 2025 19:39:10 IST

ભારતીય ઇતિહાસમાં કેટલાક નામ એવા છે કે જેમણે પોતાના ધૈર્ય, પરાક્રમ અને નેતૃત્વથી સમગ્ર સમાજને પ્રેરણા આપી છે. એમમાં મહારાણી દુર્ગાવતીનું નામ શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. આ મહાન રાણીનો જન્મ ૫ ઓક્ટોબર ૧૫૨૪ના રોજ મહોબા રાજ્યના કાલિંજર કિલ્લામાં થયો હતો. ૨૦૨૪માં તેમનો ૫૦૦મો જન્મદિવસ ઉજવાયો, જે પરંપરા, સમર્પણ અને દેશપ્રેમના પ્રતીકરૂપ ગણાય છે. જન્મ સમયે આસો વદની આઠમ પડતી હોવાથી તેમનું નામ દુર્ગા રાખવામાં આવ્યું, જે જાગૃતિ, શક્તિ અને સહસનું પ્રતીક છે.

RaniDurgavati

તેઓશ્રીનું બાળ્યકાળ ભવ્ય અને કઠોર શિક્ષણથી પસાર થયું. પિતાજી પાસેથી તેમને અસ્ત્ર-શસ્ત્ર સંચાલનની તાલીમ મળી, જે તેઓના પરાક્રમ અને યુદ્ધકૌશલ્ય માટે પાયાના પથ્થર બન્યું. વર્ષ ૧૫૪૪માં ગોંડી પરંપરા અનુસાર તેમનાં લગ્ન ગાંડવાના બાવનગઢના પરાક્રમી રાજા દલપતસિંહ સાથે સિંગોરગઢમાં થયાં. આ પરંપરા મુજબ તેમની લગ્નજીવન સાથે રાજકીય જોડાણ અને યુદ્ધની તૈયારી બંને સાબિત થઈ. લગ્ન પછી તેમનો એક પુત્ર જન્મ્યો, જેના નામ વીર નારાયણ રાખવામાં આવ્યું.

sighor ghat

સંસારના દુ:ખ અને પતિદેવના અકાળે અવસાન પછી, મહારાણી દુર્ગાવતીને રાજ્યની સંપૂર્ણ જવાબદારી સંભાળવી પડી. તેમનું શાસન પ્રજાવત્સલ અને ન્યાયપ્રિય હતું. તેઓ ખેતી, જળપ્રબંધન અને લોકકલ્યાણકારી યોજનાઓમાં નિષ્ણાત રહ્યા. પ્રજા માટે તેમનું શાસન માત્ર નિયમક અને ન્યાયપ્રિય ન હતું, પરંતુ ઉત્સાહ અને પ્રેરણાનું સ્ત્રોત પણ હતું.

મહારાણી દુર્ગાવતીનું મહાનતર તેમનાં યુદ્ધના મેદાનમાં દેખાયું. રણચંડી બની, તેઓ બંને હાથોથી તલવાર ચલાવી સેનાનું કડક અને કુશળ નેતૃત્વ સંચાલિત કરતી. તેમની સેનામાં મહિલાઓ પણ સામેલ હતી, જેની સુચના તેમની સખી રામચેરી દ્વારા આપવામાં આવતી. અકબરની સેના અનેકવાર તેમને આક્રમણ કરતી, પણ મહારાણી દુર્ગાવતી એક પળ માટે પણ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે અકબરના દૂત સૂબેદાર આસફખાંને કહ્યું કે સોનાના ચરખા અને રૂપિયા તેમના હાથમાં નહીં આવે, અને શરણાગતિ સ્વીકારી ન શકાય.

127169558df28a077b2f04e258dd69ec4fcb3756a

યુદ્ધ દરમિયાન, દુશ્મનના તીર તેમના એક આંખમાં લાગ્યા અને પછી બીજી આંખમાં, છતાં રાણી દુર્ગાવતી હિંમત હારી ન હતી. અંતે, પોતાની સૈનિકોની હિંમત ન ચાલતાં, તેમણે પોતાના પર તલવાર ચલાવી, ૨૪ જૂન ૧૫૬૪ના રોજ શાંતતાપૂર્વક પોતાનું જીવન સમાપ્ત કર્યું.

મહારાણી દુર્ગાવતીનો જીવન સંદેશ સ્પષ્ટ છે: ભારતીય નારી અબળા નથી, સબળા છે. શત્રુ સામે લડતા લડતા વીરગતિ સ્વીકાર્ય છે, પરંતુ શરણાગતિ ક્યારેય સ્વીકાર્ય નથી. તેમની વિજયગાથા માત્ર ગોંડ જનજાતિ કે મધ્યપ્રદેશ માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત છે.

મહારાણી દુર્ગાવતીની વારસા માત્ર ઇતિહાસમાં છાપ મૂકતી નથી, પરંતુ આજના યુગના દરેક વ્યક્તિ માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેમનો પરાક્રમ, નિર્ભયતા અને પ્રજાપ્રેમ દર્શાવે છે કે શારીરિક શક્તિ સિવાય મનની શક્તિ અને ધૈર્ય કેવી રીતે મોટા સંઘર્ષમાં જીત આપી શકે છે. મહિલાઓ માટે તે એક પ્રતિક છે, જે બતાવે છે કે નારી સબળ છે અને શત્રુ સામે ડરીને નહી, પરંતુ ધૈર્ય અને કૌશલ્યથી સામનો કરે છે

તેઓશ્રીનું જીવન આજના યુવાનો માટે પણ પ્રેરણાદાયક છે. તેમનો પરાક્રમ, ન્યાયપ્રિય શાસન અને રાષ્ટ્રપ્રેમ ભારતની નારીશક્તિ અને યુદ્ધકૌશલ્યના અસાધારણ ઉદાહરણ રૂપ છે. એમની ગાથા દર્શાવે છે કે એક નારી સજ્જ અને નિર્ભય હોઈને, કુટુંબ, રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સર્વોપરી સમર્પણ આપી શકે છે.

STORY BY: NIRAJ DESAI

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?