Live
Search
Home > Brand Desk > હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ

હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ

Written By: Ashawani Kumar
Published By: Indianews Brand Desk
Last Updated: 2025-11-27 17:04:23

સુરત (ગુજરાત) [ભારત], 25 નવેમ્બર સુરતની સ્વાદપ્રિય જનતા માટે હવે કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસ્સલ સ્વાદ હવે સુરતમાં ઉપલબ્ધ બન્યો છે. રવિવારે અડાજણના પ્રથમ સર્કલ ખાતે આવેલી બ્લવર્ડ ખાતે  દક્ષિણ ગુજરાતનું પહેલું ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. અનોખા દાવણગેરે સ્ટાઇલ ઢોસા આઉટલેટનું ઉદ્ઘાટન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર મહેશ રામાણી દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ રેસ્ટોરન્ટને સત્તાવાર રીતે જનતા માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું. ઉદ્ઘાટન સાથે હવે રેસ્ટોરન્ટ દરરોજ સવારે 8:30થી રાત્રીે 11:00 સુધી ખુલ્લું રહેશે.

11

પ્રસંગે આઉટલેટના ઓનર શરણએ જણાવ્યું હતું કે આઉટલેટની સૌથી મોટી વિશેષતા કર્ણાટકના દાવણગેરે શહેરની પ્રસિદ્ધ બેન્ને ઢોસા સ્ટાઇલ છે, જેમાં દરેક વાનગીમાં પૂરતું વ્હાઇટ બટર (બેન્ને)નો ઉપયોગ કરવામાં આવે છે. જે અનોખો સ્વાદ સુરતવાસીઓને અત્યાર સુધી ક્યારેય મળ્યો નથી. ડીવીજી બેન્ને ઢોસા એક લોકપ્રિય ફ્રેન્ચાઈઝી મોડલ આધારિત ચેઇન છે, જેની 12થી વધુ શાખાઓ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને વડોદરા જેવી શહેરોમાં ચાલી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનો પહેલો આઉટલેટ છે, જે સ્થાનિક ફૂડ લવર્સ માટે નવો અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર લઈને આવ્યું છે. અડાજણ ખાતે શરૂ થયેલ રેસ્ટોરન્ટ 1400 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 60 લોકોને બેઠક સુવિધા ઉપલબ્ધ છે.

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?