होम / સંપાદકીય / Junagadh: તીર્થધામ, વન્ય જીવન, સંત પરંપરા અને રાજકીય ઈતિહાસની ભૂમિ -INDIA NEWS GUJARAT

Junagadh: તીર્થધામ, વન્ય જીવન, સંત પરંપરા અને રાજકીય ઈતિહાસની ભૂમિ -INDIA NEWS GUJARAT

BY: TRISHA VARAIYA • LAST UPDATED : April 24, 2024, 12:46 pm IST
Junagadh: તીર્થધામ, વન્ય જીવન, સંત પરંપરા અને રાજકીય ઈતિહાસની ભૂમિ -INDIA NEWS GUJARAT

Junagadh: તીર્થધામ, વન્ય જીવન, સંત પરંપરા અને રાજકીય ઈતિહાસની ભૂમિ -INDIA NEWS GUJARAT

Junagadh: ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અને મરતબો અલગ જ છે. જૂનાગઢ એ એક સમયનું રજવાડું. જેને અનેક જોગી-યોગી-ભોગીને જોયા છે એવાં જૂનાગઢનું રાજકારણ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યું છે. આઝાદી સમયે જૂનાગઢના નવાબનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું અને સરદાર પટેલ અને હારઝુ હુકુમતની લડત થકી આજે જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ છે. સોમનાથ દાદાની ભૂમિ અને આદિકવિ નરસિંહ મહેતાની શબ્દ કર્મ ભૂમિ એવા જૂનાગઢે સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક અને રાજકીય પ્રવાહોમાં પોતાની આગવી અસ્મિતા અને ઓળખ અકબંધ રાખી છે.

વિશ્વ પ્રસિદ્ધ કેસર કરી તો ગીરના ડાલામથા સમા સિંહ કેસરી જૂનાગઢ ગીરનાર અને તેની તપોભૂમિ વિસ્તાર સાથે એકાત્મક સર્જે છે.હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાહથી અસર પામી, આ ધર્મોને પણ પોતાની ભૂમિ પર વિકસવાનું વાતાવરણ સર્જ્યુ છે. મુસ્લિમ ધર્મ અને શાસકોનો પ્રભાવ પડ્યો પણ પોતાનું સાંસ્કૃતિક ઐક્ય જાળવી રાખ્યું છે. અશોકના શીલાલેખમાં સમયને મૂર્તિમંત કર્યો છે, એવાં જૂનાગઢની લોકસભા બેઠક પર યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપે બાજી મારી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે જીતી ખરાં અર્થમાં રાજકીય ગઢ સર કર્યો છે.

Junagadh: કોળી અને પાટીદારો ઉમેદવારો કેમ મારે છે બાજી

જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ તો ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક તો નવ-રચિત ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં થાય છે. જે પૈકીની ગીર-સોમનાથની કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે.

લોકસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો રહ્યો છે, જેના કારણે ભાજપના કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાએ છેલ્લી બંને ચૂંટણીમાં સરેરાશ 1.35 લાખ મતોની સરસાઈથી જીત મેળવી છે. જૂનાગઢ લોકસભા બેઠક પરની માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. બેઠકના રાજકીય ઈતિહાસને તપાસીએ તો અહીંથી કારડીયા રાજપુત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારોને પણ સાંસદ બનવાની તક મળી છે.

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ 7 – 7 ચૂંટણી જીત્યા છે

જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 17 ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસ – 7, ભાજપ – 7, સ્વતંત્ર પક્ષ -1, ભારતીય લોકદળ -1 અને જનતા દળ – 1 વાર ચૂંટણી જીત્યા છે. એક રીતે જોઈએ તો ભાજપ-કોંગ્રેસ એક સરખી સંખ્યામાં ચૂંટણી જીત્યા છે. પણ આરંભનો કાળ કોંગ્રેસ અને હાલ ભાજપનો દોર કરી શકાય એમ છે. બેઠક પરની પહેલી બે સળંગ ચૂંટણી કોંગ્રેસના નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા છે. તો 1962ની ત્રીજી ચૂંટણી કોંગ્રેસના ચિન્હ પરથી ચિત્તરંજન રુગનાથ રાજા ઉર્ફે બચુભાઈ રાજા વિજયી બન્યા છે. જ્યારે દેશમાં સ્વતંત્ર પક્ષનો દોર હતો હતો ત્યારે સ્વતંત્ર પક્ષના વીરેન જીવણભાઈ શાહ વિજયી બન્યા હતા. પણ ત્યાર બાદની પાંચમી ચૂંટણી એટલે 1971 થી 1977માં કોંગ્રેસના નાનજીભાઈ વેકરીયા વિજેતા થયા હતા.

દેશમાં કટોકટી બાદ યોજાયેલ 1977ની ચૂંટણીમાં મૂળે કોંગ્રેસી અને ત્યાર બાદ ભારતીય લોક દળ તરફથી ચૂંટણીમાં ઉતરેલા નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા હતા. વિપક્ષોની નબળી સરકારના પતન બાદ કોંગ્રેસનો પુનઃ ઉદય થયો અને એ સમયે ઇન્દિરા ગાંધી દેશના સુપ્રિમ નેતા તરીકે ઉપસ્યા અને 1980 અને 1984 એમ બંને ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી કોંગ્રેસ (આઈ)ના મોહનલાલ લાલજીભાઈ પટેલ જીત્યા હતા. 1989માં બોફોર્સ કાંડમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનુ નામની ચર્ચાઓ જામી અને વર્ષ 1989માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વી.પી.સીંગના જનતા દળ પક્ષના ઉમેદવાર ગોવિંદભાઈ કાનજીભાઈ શેખડાનો વિજય થયો.

કોંગ્રેસનું બોફોર્સ કૌભાંડ, જૂનાગઢ લોકસભા બેઠકને નડ્યું- કોગ્રેસનું ત્યારથી ધોવાણ

1989ની ચૂંટણી બાદ કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જૂનાગઢ લોકસભા બેઠક પરથી ગુમાવ્યું. 1989 બાદ જૂનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી આઠ ચૂંટણી પૈકી ફક્ત 2004ની એક જ ચૂંટણી જીતી હતી. 2004માં કોંગ્રેસે છેલ્લી ચૂંટણી કોંગ્રેસના જસુભાઈ બારડે જીતી હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વાર જૂનાગઢ બેઠક હાંસલ કરી હતી. ભાજપના ભાવનાબહેન ચીખલિયાએ 1991થી 1999 સુધીની સળંગ ચાર લોકસભા ચૂંટણી જીતી, ભાજપનું પ્રભુત્વ સ્થાપ્યું હતુ.

ભાવનાબહેન ચીખલિયા અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ – 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કમબેક કર્યું. 2004માં કોંગ્રેસના જસુભાઈ બારડનો ભાજપના ચાર વખતના વિજેતા ભાવનાબહેન ચીખલિયા સામે 40,921 મતે વિજય પ્રાપ્ત થયો હતો.

Junagadh: 2009ની સૌથી રસપ્રદ અને રોચક ચૂંટણી, અપક્ષે જીતાડ્યો ભાજપને

બેઠક પરની સૌથી રસપ્રદ ચૂંટણી 2009ની હતી. 2009માં ભાજપે દીનુ સોલંકીને ટિકિટ આપી, તો કોંગ્રેસે જસુભાઈ બારડને રિપીટ કર્યા. આ ચૂંટણીમાં 57.88 ટકા મતદાન થયું. પણ ચૂંટણી પરિણામ પર અપક્ષ હિરાલાલ ચૌહાણને પ્રાપ્ત 23,290 મતોએ અસર કરી. ભાજપના દિનુ સોલંકીને 3,55,295 મત પ્રાપ્ત થયા તો કોંગ્રેસના જસુભાઈ બારડને 3,41,546 મત પ્રાપ્ત થયા. અપક્ષના 23,290 મતોના કારણે ભાજપના દિનુ સોલંકીનો 13,759 મતે વિજય થયો હતો. ટકાવારી પ્રમાણે જોઈએ તો દીનુ સોલંકી માત્ર 1.81 ટકા મત તફાવતથી જીત્યા હતા.

મોદીકાળની 2014-2019ની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસના સમાન ઉમેદવાર, સમાન પરિણામ

યુપીએ કાળની 2004-2009ની બે ચૂંટણી પૈકી એક કોંગ્રેસ જીતી તો 2009ની ચૂંટણી ભાજપ અપક્ષ ઉમેદવારના મતથી જીતી. પણ 2014 અને 2019ની બે ચૂંટણી ભાજપે જંગી બહુમતીથી જીતી હતી. 2014માં ભાજપે એ સમયે માંગરોળના કોળી સમાજના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને ટિકિટ આપી. 2014ની મોદી લહેરમાં રાજેશ ચુડાસમાનો કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ સામે 1,35,832 મતે વિજય થયો હતો. કોંગ્રેસના પુંજા વંશને 3,77,347 મત પ્રાપ્ત થયા હતા. જ્યારે નોટામાં કુલ 17,022 મતો નોંધાયા હતા. મોદી કાળની 2019ની ચૂંટણીમાં ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા. તો કોંગ્રેસે પણ 2004ના ઉમેદવાર પુજા વંશને રિપીટ કર્યા. 2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો.

સાંસદો સામે ગંભીર વિવાદો છે, 2024માં ભાજપ નવો ચહેરો ઉતારી શકે છે

જૂનાગઢ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં ઉપલબ્ધ ખનીજ અને વન્ય પેદાશોના ગેરકાયદેસર ખનન માટે અનેક ફરિયાદો ઉઠતી રહેતી છે. જેના કારણે આ વિસ્તારમાં એક રાજકીય હત્યા પણ થઇ હોવાનો ઇતિહાસ છે. જેમાં જૂનાગઢ બેઠકના પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીને જેલની સજા પણ થઈ હતી. જૂનાગઢ બેઠક પરની 15મી લોકસભાના ભાજપના સાંસદ દિનુભાઈ બોધાભાઈ સોલંકી પર એક માહિતી અધિકારના કાર્યકર્તાની હત્યાનો કેસ હતો. આ કેસના પગલે દિનુભાઈ સોલંકીને જેલની સજા થઈ હતી. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે પણ વિવાદના સમાચારો પ્રગટ થતા રહે છે.

છેલ્લી બે ટર્મથી સાંસદ રહેલા ભાજપના ધારાસભ્ય રાજેશ ચુડાસમા સામે વેરાવળના એક ડોક્ટરે કરેલી આત્મહત્યા માટે કારણ બન્યા હોય એવાં સમાચારો મીડિયામાં ચમક્યા હતા. જો કે ભાજપે આ વિવાદની સામે અથવા બચાવમાં કોઈ પગલા ન લઈને ચુપ્પી સાધી છે. શક્ય છે આ વિવાદના કારણે 2024માં જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપ નવો ચહેરો ઉતારી શકે છે.

આ પણ વાંચો :

Summer Health Updates : શું ગરમીમાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ ? જાણો શું રાખશો સાવચેતી ?

આ પણ વાંચો :

Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા

Tags:

breakingnewsGujaratGujarat NewsIndia News GujaratindianewsLatest Gujarati News

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો
Cyber Crimes : જામનગરમાં ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો
Cyber Crimes : જામનગરમાં ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો
Money fraud Lakhanpore : લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી NRI અને આદિવાસીઓના ખાતા માંથી લાખો ની  ઉચાપત
Money fraud Lakhanpore : લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી NRI અને આદિવાસીઓના ખાતા માંથી લાખો ની ઉચાપત
Crafts : સુરતના અડાજણ ખાતે યોજાયેલા સરસમેળામાં ચાર દિવસમાં એક કરોડનું વેચાણ : India News Gujarat
Crafts : સુરતના અડાજણ ખાતે યોજાયેલા સરસમેળામાં ચાર દિવસમાં એક કરોડનું વેચાણ : India News Gujarat
International Women’s Day : નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
International Women’s Day : નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
Banaskantha SOG Got a Big Success :  બનાસકાંઠા SOG એ ડીસા પંથકમાંથી ગાંજાના છોડ સાથે આરોપીને આટલી મોટી રકમ  ઉપરાંતનો મુદ્દામાલ ઝડપ્યો
Banaskantha SOG Got a Big Success : બનાસકાંઠા SOG એ ડીસા પંથકમાંથી ગાંજાના છોડ સાથે આરોપીને આટલી મોટી રકમ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપ્યો
Kidnapping and ragging with Bhavnagar medical students : ભાવનગર મેડિકલ વિધાર્થીઓ સાથે અપહરણ કરી ઢોર માર મારી રેગીંગ કરવાની ઘટના સામે આવી
Kidnapping and ragging with Bhavnagar medical students : ભાવનગર મેડિકલ વિધાર્થીઓ સાથે અપહરણ કરી ઢોર માર મારી રેગીંગ કરવાની ઘટના સામે આવી
PM MODI : પીએમ મોદીએ આખો ઇતિહાસ બદલી નાખ્યો, પહેલીવાર વડાપ્રધાનની સુરક્ષા માટે ફક્ત મહિલાઓ તૈનાત થશે, આખી દુનિયા ભારતની મહિલા શક્તિની શક્તિ જોશે
PM MODI : પીએમ મોદીએ આખો ઇતિહાસ બદલી નાખ્યો, પહેલીવાર વડાપ્રધાનની સુરક્ષા માટે ફક્ત મહિલાઓ તૈનાત થશે, આખી દુનિયા ભારતની મહિલા શક્તિની શક્તિ જોશે
International women day 2025 : આંતર રાષ્ટ્રીય મહિલા દિનના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે પીએમ નાં અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
International women day 2025 : આંતર રાષ્ટ્રીય મહિલા દિનના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે પીએમ નાં અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
Mahesna District President of BJP : આ નેતાની થઇ ફરી વરણી ભાજપ જિલ્લા પ્રમુખ માટે , શા માટે પાર્ટી આ નિર્ણય લીધો જાણો
Mahesna District President of BJP : આ નેતાની થઇ ફરી વરણી ભાજપ જિલ્લા પ્રમુખ માટે , શા માટે પાર્ટી આ નિર્ણય લીધો જાણો
“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT
“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT
Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT
Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT
Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT
Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT
Green Panther Properties ONE: અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત – INDIA NEWS GUJARAT
Green Panther Properties ONE: અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત – INDIA NEWS GUJARAT
ADVERTISEMENT