Election 2024: ભાવનગર-બોટાદ જિલ્લામાં મતદારોની સંખ્યા ૧૯,૦૯૧૯૦, મતદાન માટે તૈયારી – India News Gujarat
Election 2024: ભાવનગરમાં લોકશાહીના મહાપર્વની અંતિમ તૈયારીઓ વહીવટી વિભાગ દ્વારા પૂરી કરી લેવામાં આવી છે અધિકારીઓને તમામ સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું ભાવનગર બોટાદ લોકસભા 15 માટે કુલ 19,16,900 મતદારો છે જે પોતાના મતદાન નો ઉપયોગ કરીને ઉમેદવારને પોતાનો કિંમતી મત આપશે.
લોકસભા ચુંટણી 2024 નજીક આવતા ભાવનગરમાં હાલની પરિસ્થિતિમાં ગરમીના પ્રકોપથી બચવા માટે ચૂંટણી વિભાગ દ્વારા તડકા થી બચવા મંડપ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં કુલ 1965 થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી મા રોકાયેલ સ્ટાફ ચૂંટણી સાહિત્ય સાથે રવાના થયો હતો જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકસભામાં કુલ મતદારોની સંખ્યા ૧૯,૦૯,૧૯૦, છે.. જેમાં મહિલા મતદારોની સંખ્યા ૯,૯૯,૯૨૩, અને પુરૂષ મતદારો ૯,૧૮,૨૨૬ સંખ્યા છે. ભાવનગર જિલ્લામાં પી.એચ.ડબલ્યુ મતદારો 17,245, 85 થી વધુ ઉંમરના મતદારો 19,427, 100થી વધુ ઉંમરના મતદારો 549 નોંધાયેલા છે.
રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ની માહિતી મુજબ મહુવા કે.જી મહેતા કન્યા વિદ્યાલય, તળાજા સરકારી વિનિયન કોલેજ, ગારીયાધાર એમ. ડી પટેલ હાઇસ્કુલ, પાલીતાણા હાઇસ્કુલ તળેટી રોડ પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય શામળદાસ આર્ટસ કોલેજ યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર પૂર્વ bn વિરાણી સ્કુલ કાળીયાબીડ, ભાવનગર પશ્ચિમ એમ.જે સી.સી કોલેજ વિદ્યાનગર, ગઢડા ભક્તરાજ દાદા ખાચર આર્ટસ અને કોમર્સ કોલેજ, બોટાદ મોડલ સ્કૂલ ખાસ રોડ પર evm મશીન ની કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં આશરે જ્ઞાતિ પ્રમાણે અંદાજીત તળપદા અને ચુવાળીયા મતદારો કોળી સમાજ – 5.50 લાખ, ક્ષત્રિય સમાજ – 1.60 લાખ, બ્રાહ્મણ સમાજ – 1.75 લાખ,પટેલ સમાજ – 1.50 લાખ, દલિત વર્ગ – 1.50 લાખ,મુસ્લિમ સમાજ – 1.50 લાખ, સથવારા સમાજ – 70 હજાર,રજપૂત સમાજ – 60 હજાર, વણિક સમાજ – 70 હજાર, સોની સમાજ – 40 હજાર, લુહાણા સમાજ – 25 હજાર, વાલ્મિકી સમાજ – 70 હજાર, વાળંદ સમાજ – 20 હજાર, કુંભાર સમાજ – 30 હજાર, દરજી સમાજ – 20 હજાર, સગર સમાજ – 15 હજાર, મોચી સમાજ – 15 હજાર, લુહાર સમાજ – 20 હજાર, કંસારા સમાજ – 15 હજાર, ભોઈ સમાજ – 15 હજાર, આદિવાસી સમાજ – 20 હજાર, કાછીયા સમાજ – 20 હજાર, કાઠી સમાજ – 17 હજાર, જોગીરાવળ સમાજ -10 હજાર આમ ભાવનગર લોકસભામાં અંદાજીત જ્ઞાતિ સમીકરણ આંકડા જોવા મળે છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.