દ્વાપરયુગના અંધકારમય સમયમાં, મથુરાનું રાજ્ય કંસના ક્રૂર હાથમાં હતું. તે રાજા હોવા છતાં, પથ્થર જેવી હૃદયરહિતતા તેનો મણકામાં વસી ગઈ હતી. પોતાની બહેન દેવકી સાથેનો પ્રેમ, ભવિષ્યના ભય સામે ક્ષણમાં તૂટી પડ્યો. ભવિષ્યવાણી હતી કે દેવકીનો આઠમો પુત્ર કંસનું વિનાશ કરશે. તેથી કંસે દેવકી અને વસુદેવને કારાગૃહમાં બંધ કરી દીધા. પોતાની જાનનો ભય એટલો વધ્યો કે તેણે દેવકીના ગર્ભમાંથી જન્મેલા એક પછી એક છ સંતાનોને જન્મતાની સાથે જ મોતના ઘાટ ઉતારી દીધા.
પરંતુ એ છ સંતાનો કોણ હતા? આ પ્રશ્ન જ ભગવાનની લીલાનો એક અનોખો રહસ્ય છૂપાવી રાખે છે.
છ પુત્રોની કથા
સૃષ્ટિના આરંભમાં, બ્રહ્મલોકમાં છ દિવ્ય પુત્રો હતા – 1} સ્મર, 2} ઉદ્રિત, 3} પરિશ્વંગ, 4} પતંગ, 5} ક્ષુદ્રમૃત અને 6} ઘૃણી. તેઓ બ્રહ્માજીના અનુકંપાથી પરાક્રમી અને જ્ઞાનથી સમૃદ્ધ હતા. પરંતુ વિજળીમાં ચમકતો અહંકાર, જેમ વૃક્ષના મૂળને ખોખલું કરી નાખે છે, તેમ તેમના હૃદયમાં ઘૂસી ગયો. એક દિવસ તેઓએ બ્રહ્માજીનો અનાદર કર્યો. બ્રહ્માજીનો ધીરજનો સાગર પણ ઉફાળ્યો અને તેમણે શ્રાપ આપ્યો –
“તમારે રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે!”
જ્યારે તેઓ પ્રલાપ કરતા ક્ષમા માંગવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું – “તમારે રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડશે, પણ તમારું જ્ઞાન સાથે રહેશે.”
ત્યારબાદ તે છ જણ હિરણ્યકશ્યપના પુત્રો તરીકે જન્મ્યા. તેઓએ પોતાના જ્ઞાનથી દેવપૂજા કરી, પરંતુ હિરણ્યકશ્યપને આ ક્રિયા અસહ્ય લાગી. ક્રોધથી અંધ બનેલા પિતાએ તેમને શાપ આપ્યો કે – “તમારો વિનાશ દેવ કે ગંધર્વોના હાથથી નહીં, પણ રાક્ષસના હાથથી થશે.”
એ જ શ્રાપે તેમને મથુરા લાવ્યા. તેઓ દેવકીના ગર્ભમાંથી જન્મ્યા અને કંસના નિષ્ઠુર હાથોથી મોતને ભેટ્યા. દેવકીનું માતૃત્વ છ વખત ખંડિત થયું. તે દરેક સંતાન જન્મતાની સાથે જ, ચંદ્રપ્રકાશમાં ટપકતા અશ્રુ જેવું, વિલુપ્ત થઈ ગયું.
શ્રીકૃષ્ણની કરુણાલુતા
સમય વીત્યો. ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર થયો, મથુરાનો ત્રાસ નાશ પામ્યો. એક દિવસ માતા દેવકીએ કૃષ્ણને વિનંતી કરી – “પુત્ર! મારા એ છ દીકરાઓને હું માત્ર એકવાર જોવી ઇચ્છું છું.”
કૃષ્ણ કરુણાસાગર છે. તેમણે સુતલલોકમાં જઈને તે છ આત્માઓને લાવ્યા. માતા દેવકીને દર્શન કરાવ્યા. માતાની આંખમાંથી આંસુઓ ગંગાજળ બની વહી ગયા. સંતાનને હૃદય સાથે લગાવીને માતાની વ્યથા ઓછી થઈ ગઈ. પ્રભુના સ્પર્શથી એ છ આત્માઓએ પોતાના પાપ અને શ્રાપમાંથી મુક્તિ મેળવી અને દેવલોકમાં પાછા સ્થાયી થયા.
આ કથા નો સાર
આ ઘટના માત્ર પૌરાણિક પ્રસંગ નથી, પરંતુ માનવજાત માટે એક સંદેશ છે.
કંસે પોતાનો ભય દૂર કરવા માટે દેવકીના છ પુત્રોને મારી નાખ્યા, પરંતુ એ હત્યા તેના વિનાશનું બીજ બની ગઈ. જીવનમાં બીજાને નાશ કરવા જનાર પોતાનો નાશ કરી નાખે છે – આ કથાનો બીજો અનંત સંદેશ.
STORY BY: NIRAJ DESAI
Harbhajan Singh On Mohammed Shami: भारत के पूर्व स्पिनर गेंदबाज हरभजन सिंह ने मोहम्मद शमी…
ओडिशा के बालासोर ज़िले (Balasore District) से बेहद ही शर्मनाक और चौंकाने (Strange Case) वाले…
Paush Amavasya 2025 Date: 5 दिसंबर से पौष महीने की शुरूवात हो गयी है, पौष…
Virat Kohli New Record: विराट कोहली के पास तीसरे वनडे में शतक लगाकर 7 साल…
भारतीय रेलवे (Indian Railways) ने एक पिता की अपील पर "मानसिक विकलांगता" (Mental Disability) की…
Dhurandhar Movie Review: अदित्य धर की फिल्म 'धुरंधर' आज 5 दिसंबर को बड़े पर्दे पर…